જીવનદાત્રિને મોતને ઘાટ ઉતારનાર કપુત્રને કારાવાસની સજા

પૈસાના મામલે જનેતાની લાકડાના ધોકા વડે હત્યા નિપજાવી’તી

ડી.ડી અને એફ.એસ.એલ.ના રીપોર્ટના આધારે અદાલતે આજીવન કેદની સજા ફટકારી

રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે સાડા ત્રણ વર્ષ પહેલા પૈસા આપવાની ના પાડતા ૭૦ વર્ષીય વૃદ્ધ માતાની કરપીણ હત્યા નિપજાવાના બનાવના કેસની સુનાવણી રાજકોટની સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી પુત્રને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ કુવાડવા રોડ નજીક ફાળદંગ ગામે રહેતા મણીબેન બચુભાઈ ગોહેલ નામના ૭૦ વર્ષીય વૃદ્ધાના ગુપ્તાંગમાં લાકડાના ઘા ઝીંકી કપાતર પુત્ર બાબુ બચુ ગોહેલ નામના શખ્સે કરપીણ હત્યા નિપજાવ્યાની મૃતકના પુત્રવધુ અને આરોપીના ભાભી ભાનુબેન હમીરભાઈ ગોહેલે કુવાડવા પોલીસ મથકમાં તા.૨૬/૧૦/૧૭ના રોજ ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં કુવાડવા પોલીસ મથકના સ્ટાફે ગણતરીના કલાકોમાં માતાના હત્યારો પુત્ર બાબુ બચુ ગોહેલની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં પુત્રવધુ સવારે સાસુ મણીબેનને પીવાનું પાણી આપવા ગયેલા ત્યારે સાસુ મણીબેન સુતા હતા અને મણીબેનએ કહેલ કે મારી પાસે ચાવી અને પૈસા માંગતા મારી પાસે પૈસા ન હોવાનું કહેતા માર મારેલ અને લાકડી વડે ગુપ્તભાગે મારમાર્યો હોવાથી લોહી નિકળેલ અને તેના ચણીયામાં લોહીના ડાઘ પડયા હતા અને તેણે દવાખાને જવાનું ના કહેલ અને થોડુ જમ્યા બાદ સૂતા હતા અને બાદ જાગેલ નહીં અને મૃત્યુ પામ્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

પોલીસે હત્યા કેસની ચાર્જશીટ અદાલતમાં રજુ કરતા કોર્ટમાં કેસ કમિટ થતા સુનાવણી પર આવતા જેમાં બંને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષે જિલ્લા સરકારી વકિલ એસ.કે.વોરા દ્વારા લેખિત-મૌખિક દલીલ તેમજ વિવિધ હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના ચુકાદા ટાંકેલા તેમજ તબીબ, એફ.એસ.એલ, તપાસનીશ અને ફરિયાદીની જુબાની લેવામાં આવી હતી. મૃતક મણીબેને ફરિયાદીને આપેલ મરણોતર મુખ તેમજ મૃતકના કપડા ઉપર મળેલા લોહીના ડાઘાને એફ.એસ.એ સમર્થન આપતા અને સરકારી વકિલની તર્કબઘ્ધ દલીલને ધ્યાને લઈ અધિક સેશન્સ જજ બી.એ.વોરાએ આરોપી બાબુ બચુ ગોહેલને જેલમાં વિડીયો કોન્ફરન્સ સજા સુનાવી હતી.

Loading...