Abtak Media Google News

કોમેડિ કિંગ કપિલ શર્માએ 12 ડિસેમ્બરના રોજ તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કરી લીધા છે. આ પંજાબી લગ્ન કપિલના હોમટાઉન જલંધરમાં રાખવામાં આવ્યા હતા. લગ્ન પછી ન્યૂલીવેડ કપલની પ્રથમ તસવીર સામે આવી છે. તસવીરમાં કપિલ અને ગિન્ની રોયલ અંદાજમાં જોવા મળી રહ્યાં છે.

1 2 1544675959.Jpg

તસવીરમાં જોઈ શકાય છે કે, કપિલે ગ્રીન કલરની શેરવાની સાથે ક્રિમ કલરની પાઘડી પહેરી છેઅને હાથમાં તલવાર છે. જ્યારે ગિન્ની રેડ કલરના ઘાઘરામાં છે અને તેમાં ગોલ્ડન વર્કકરવામાં આવી છે. દુલ્હનના ડ્રેસમાં ગિન્ની ખૂબ સુંદર લાગતી હતી. ગિન્ની કોલેજસમયથી કપિલની ખાસ મિત્ર છે. બંને ત્યારથી એકબીજાને ઓળખે છે. બંનેએ સ્ટાર વનની ‘હસ બલિયે’માંસાથે ભાગ લીધો હતો.

Phpthumb Generated Thumbnail 2

કપિલના લગ્નમાં ઘણાં ટીવી સ્ટાર્સ સામેલ થયા હતા. તેમાંસુમોના ચક્રવર્તી, કૃષ્ણા-અભિષેક, રાજીવ ઠાકુર, ભારતી સિંહ , હર્ષ લિંબાચિયા, આરતી સિંહ, સુદેશ લહેરી, ચંદન પ્રબાકર અને રાજીવ હાજર રહ્યા હતા. સૂત્રોનાજણાવ્યા પ્રમાણે કપિલે સુરક્ષા વ્યવસ્થા માટે લગ્નમાં રૂ. 10 લાખનો ખર્ચ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.