Abtak Media Google News

રાજ્યનાં નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહમંત્રી 15મીએ ભાવનગર આવી રહ્યા છે જે સંદર્ભે તંત્રએ તૈયારી હાશ ઘટી છે. આ બન્ને મંત્રીઆે વિભાવરીબેન દવે આયોજીત મેગા મેડીકલ કેમ્પનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનગર પુર્વનાં ધારાસભ્ય અને રાજ્યમંત્રી વિભાવરીબેન દ્વારા તેમનાં સ્વર્ગસ્થ પતિ વિજયભાઇ દવેની સ્મૃતિમાં સહયોગી સંસ્થાઆે સાથે મળી 15મીએ ભાવનગરમાં મેગા મેડીકલ કેમ્પનું સુંદર અને આવકારદાયી આયોજન કરાયું છે ત્યારે રાજ્ય સરકારનાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આ કેમ્પનાં ઉદ્ઘાટન સમારંભમાં ઉપિસ્થત રહેશે .

તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ એવા પશ્ચિમનાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની પણ ઉપિસ્થતી રહેનાર છે. જ્યારે કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા 14મીએ ભાવનગર આવી કેમ્પ સ્થળની શુભેચ્છા મુલાકાત કરનાર હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.