Abtak Media Google News

બેજિંગ પહોંચેલા ઇમરાનનું સ્વાગત મ્યુનિસિપલ કમિટીના ડેપ્યુટી સેક્રેટરી દ્વારા કરાયુ

પાકિસ્તાનની નાપાક હરકતના કારણે તેને હવે આર્થિક સંકડામણની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરવામાં આવે તો પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પૂર્ણત: ખત્મ થવાના આડે આવી ગઇ છે. કહેવાય છે કે, ભારતે કુટનીતિમાં તમામ સ્તર પર પાક.ને પછાડયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે ૮ બિલિયન ડોલરની માંગણી કરી હતી પરંતુ ભારત સહિતના અનેક વિધ રાષ્ટ્રોએ પાક.ને આર્થિક સહાય ન આપવા પણ તાકીદ કરવામાં આવી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને બેલ્ટ-૪ ફોરમ બેઠક માટે ચીન આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ વિશ્વ બેંકના સીઇઓ સ્ટેલાઇન જ્યોર્જ સાથે એક વિશેષ મુલાકાત કરી આર્થિક તંગી દૂર કરવા ૮ બિલિયન ડોલરની માંગણી કરી હતી. ઇમરાન ખાને બીઆરએફ ફોરમની ચીનના પ્રમુખ જિનપિંગની અધ્યક્ષતામાં બેજિંગ ખાતે મળેલી બેઠકમાં ભાગ લીધો હતો.

ત્યારબાદ આઇએમએફ માટે જે ફંડની આજીજી કરવામાં આવી હતી તે હવે વર્લ્ડ બેંક સમક્ષ આજીજી કરાઇ રહી છે. આ અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આશા વ્યકત કરતા જણાવ્યું હતું કે, વિશ્વ બેંક સાથેની બેઠક બાદ પાકિસ્તાનની અર્થતંત્રની હાલતમાં સુધારો જોવા મળશે.

હાલ પાકિસ્તાનમાં પ્રતિ લિટર દૂધનો ભાવ ૧૮૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે જે ખરા અર્થમાં ચિંતાનો વિષય પાક.ના નાગરિકો દ્વારા માનવમાં આવી રહ્યો છે ત્યારે ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત દ્વારા પાક.ને તમામ ક્ષેત્રે પછાડવા માટે જે કૂટનીતિ અપનાવી છે તે ખરાઅર્થમાં કાબેલે તારીફ માનવામાં આવે છે. પાકિસ્તાનના અર્થતંત્રને બેઠુ કરવા અને ગરીબોને સહાય કરવા માટે ભંડોળની ખાસ જરૂર છે.જેને લઇ આઇએમએફની ટીમ આગામી માસમાં ઇસ્લામાબાદની મુલાકાત લેશે.

ઇમરાન ખાને વર્લ્ડ બેંક સામે રજૂઆત કરી હતી કે, પાકિસ્તાનને અર્થતંત્ર સુધારવા, ગરીબી દૂર કરવા અને સ્થાનિક યોજનાઓના અમલ માટે સહાયની જરૂર છે. આ બેઠકમાં પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે આર્થિક સલાહકાર અબ્દુલ હફીઝ શેખ, વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશી અને વ્યાપાર સચીવ રઝાક દાઉદ સાથે જોડાયા હતા. વાત કરવામાં આવે તો પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને ૨૫ હજાર કરોડની રકમની સહાય માંગવા ચીન આવી પહોંચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.