Abtak Media Google News

કોંગ્રેસનું મતનું તૃષ્ટિકરણ

લોકસભાનું ચુંટણી બસ હવે નજીક આવી રહી છે, ત્યારે ફરીથી કોંગ્રેસી કલમનાથનાં વિડીયોથી કોંગ્રેસ પક્ષ ફરી વિવાદોમાં સપડાઇ છે, કયાંક એવું પણ લાગી રહ્યું છે, કે કોંગ્રેસી નેતાઓ વર્ગ વિગ્રહ કરતા હોઇ, ત્યારે સરકારી કચેરીઓમાં આરએસએસની શાખા પર પ્રતિબંધ મુકવાની

પ્રતિજ્ઞાની વાત હજી શાંત પણ નથી પડી ત્યાં વધુ એક વિવાદને કોંગ્રેસ પક્ષે જન્મ આપી દીધો છે. લધુમતિ મુસ્લીમોની એક બેઠકમાં ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન અને કોંગ્રેસી નેતા કમલનાથનો વિડીયો વાઇરલ થયો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આરએસએસ તમને ઉત્તેજીત કરશે, પરંતુ ચુંટણીનાં દિવસ સુધી સંઘને સહન કરવું પડશે, ત્યારે બાદ સંઘને ભરીને પીજવાનું છે, તેમ આહવાન પણ કર્યુ હતું. કલમનાથના વિડીયો ગણતરીની મીનીટોમાં કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચી ગયો હતો.

કમલનાથએ જણાવતા કહ્યું હતું કે આરએસએસના કાર્યકરો સમગ્ર દેશમાં ફેલાયેલા છે. તેમની પાસે બોલવાની બે મુખ્ય લાઇનો છે એક જો તમે હિન્દુઓને મત આપવા માંગતા હો, તો મોદીને મત આપો, અને જો તમે મુસ્લીમોને મત આપવા માંગતા હોય તો કોંગ્રેસને મત આપો જે તેમની વ્યુરચના છે.

ત્યારે તેઓએ જણાવ્યું હતું કે લોકોએ ખુબ જ કાળજી રાખવી પડશે. વીડીયો વાયરલ થયા બાદ તેઓએ સ્વીકાર્યુ હતું કે, તેઓએ કાપજ ખોટું નથી કીધું વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે, સમાજને તેમના પોતાના હિતો માટે વિભાજીત કરવાનો પ્રયાસ કરનારા ને લોકો સાવચેત રહે તેઓ વાસ્તવિક સમસ્યાથી ઘ્યાન ખેંચશે અને સમાજને વિભાજીત કરવાનો પ્રયાસ કરશે. જેથી લોકો સાવચેત રહે કમલનાથ ટકોર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી આ પ્રકારનાં રાજકારણને સફળ નહીં થવા દે

આરએસએસની રેલીમાં દંડાના ઉપયોગ સામે મોહન ભાગવતને  કોર્ટની નોટિસ

સંધના વાર્ષિક પાથ સંચાલન દરમિયાન જાહેર સ્થળોએ આરએસએસના અઘ્યક્ષ અને અન્ય સભ્યો સામે ‘દંડા’નાં ઉ૫યોગ કરવા બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે., અને કોર્ટે સરકારની પ્રતિક્રિયા પણ મંગાવી છે.

સામાજીક કાર્યકર મોહનીષ જીવનલાલ જબલપુરે મોહન ભાગવત અને આરએસએસનાં સભ્ય અનિલ બોખરે સામે જાહેર સ્થળોએ દંડાનો ઉપયોગ કરવા બદલ આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી અગાઉ નાગપુરમાં કોટવાલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

જેમાં મોહન ભાગવત અને અન્ય આરએસએસ કાર્યકરો સામે આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. જો કે જયારે પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી હતી. ત્યારે તેમણે રજીસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેમને તેમની અરજી ફગાવી દીધી હતી. મોહન ભાગવત અને અન્ય સભ્યો કાનુન અને વ્યવસ્થાને લગતી સમસ્યાઓ ઉભી કરવા અથવા કોઇને નુકશાન પહોચાડવાની દ્રષ્ટિ કોણથી દંડાનો ઉપયોગ ન કરવાનાં હેતુથી મેજીસ્ટ્રેટએ અરજીને નકારી કાઢી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.