Abtak Media Google News

બાય ધ વે, આજે કલ્કી કોચ્લિનની મૂવી જિયા ઔર જિયા રિલીઝ થઈ ચૂકી છે

અત્યારે સાધ્વી રાધે મા અંગે વિવાદ ચાલી રહ્યો છે. બધા સમાચાર માધ્યમો તેમને જ ચમકાવે છે. ત્યારે ખ્યાલ આવ્યો કે અગર રાધે માની બાયોપિક બને તો બોલીવૂડ અભિનેત્રી કલ્કી કોચ્લિન પરફેકટ ચોઈસ બને.યોગાનુયોગ કલ્કીનો ચહેરો અને ત્વચાનો રંગ પણ રાધે માને મળતો આવે છે. કલ્કી એક સશકત અભિનેત્રી બનીને ઉભરી આવી છે. પર્સનલી, ફિલ્મ ઝીંદગી ન મિલેગી દોબારામાં કલ્કીનો ગ્રે શેડ રોલ પસંદ છે.કલ્કીએ ડીવોર્સ લીધા પછી માત્ર ને માત્ર ફિલ્મ કારકિર્દી પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનું મન બનાવ્યું છે. પરંતુ તે ધ્યાન રાખીને ફિલ્મો સાઈન કરવા માગે છે. તેને ઝોયા અખ્તરની બીજી ફિલ્મ ‘દિલ ધડકને દો’ ન કરી શકવાનો વસવસો છે. વ્યસ્ત હોવાને કારણે આ ફિલ્મ છોડી દેવી પડી હતી. અંતે કલ્કીવાળો રોલ પ્રિયંકા ચોપરાએ નિભાવ્યો હતો. ઘણા ઓછાને ખબર હશે ફિરંગી જેવી લાગતી કલ્કી અસલમાં સાઉત ઈન્ડિયન છે ને હિન્દી અને પ્રાદેશિક ભાષા ઉપરાંત બીજી ઘણી બધી ભાષાઓ જાણે છે.કવોલિટી વર્ક કરવામાં માનતી કલ્કીને એવું લાગે છે કે તેની અભિનય ભૂખ કદી સંતોષાશે જ નહીં. આથી તે હવે માત્ર ફિલ્મો ફિલ્મો ને ફિલ્મો જ કરવા માગે છે. એટલે જ અત્યારે તેના જીવનમાં અન્ય કોઈ પુરુષને પ્રવેશવાની પરવાનગી નથી.બાય ધ વે, આજે કલ્કી કોચ્લિનની ફિલ્મ ‘જિયા ઔર જિયા’ રીલીઝ થઈ ચૂકી છે. જેમાં તેની સાથે રીચા ચઢ્ઢાની પણ મહત્વની ભૂમિકા છે. કલ્કીના ફેન્સને આ મૂવી ગમશે જ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.