કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: ૪૨ દરખાસ્તો પર લેવાશે નિર્ણય

35

બાસ્કેટ બોલ કોર્ટનું ભાડુ અને સભ્યપદના દર તથા શરતો નકકી કરવા, સફાઈ કામદારોને ગણવેશ આપવા, આવાસ યોજના માટે પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સી સર્વિસ એજન્સી નિયુકત કરવા, આરોગ્ય શાખાના કર્મચારીઓની નિવૃતિ વયમર્યાદા વધારવા સહિતની દરખાસ્તો.

રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. જેમાં અલગ-અલગ ૪૨ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. બાસ્કેટ બોલ કોર્ટનું ભાડુ, સભ્યપદના દર અને શરતો નકકી કરવા, સફાઈ કામદારોને ગણવેશ આપવા માટેનો ખર્ચ મંજુર કરવા, આવાસ યોજના માટે પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સી સર્વિસ એજન્સી નિયુકત કરવા, આરોગ્ય શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની નિવૃતિ વયમર્યાદા વધારવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રેસકોર્સમાં મહાપાલિકા હસ્તકના બાસ્કેટ બોલ કોર્ટ ભાડે રાખનાર માટે ભાડુ નકકી કરવામાં આવશે. જેમાં બે મેચ માટે પ્રતિ કોર્ટ દીઠ એક મેચનું ભાડુ રૂ.૧૫૦૦ અને રાત્રીપ્રકાશ મેચ માટે પ્રતિ મેચ દીઠ એક કોર્ટનું ભાડુ રૂ.૫૦૦૦ રાખવા સુચવવામાં આવ્યું છે. જયારે બાસ્કેટ બોલ કોર્ટના સભ્ય માટે ત્રિમાસિક ફિ રૂપિયા ૫૦૦, છ માસિક ફિ રૂપિયા ૯૦૦, વાર્ષિક રૂપિયા ૧૫૦૦ રાખવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરાઈ છે.

મહાપાલિકામાં ૨૩૦૦થી વધુ સફાઈ કામદારોને યુનિફોર્મ આપવા માટે રૂ.૯૪.૫૧ લાખનો ખર્ચ મંજુર કરવા, વોર્ડ નં.૫ના અલગ-અલગ વિસ્તારોમાં ડ્રેનેજની મેઈન લાઈન તથા હાઉસ કનેકશન ચેમ્બર બનાવવા, વોર્ડ નં.૧૬માં ઝોનલ રસ્તા કામનો કોન્ટ્રાકટ આપવા, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે નિર્માણ પામનાર ફલાય ઓવરબ્રીજ માટે જવાહર રોડ, કુવાડવા રોડ અને જામનગર રોડ પર મિલકત કપાત માટે લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ નકકી કરવા, પીજેએન લાઈબ્રેરીમાં જુનિયર સહાયક ગ્રંથપાલ અને ટેકનિકલ આસીસ્ટન્ટની નવી જગ્યા ઉભી કરવા, મેડિકલ ઓફિસર, આયુર્વેદિકની હંગામી જગ્યાને કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવવા, વોર્ડ નં.૩માં છત્રપતિ શિવાજી ટાઉનશીપ તથા અન્ય આવાસ યોજનાને લાગુ મેટલીંગ ટીપી રોડ પર ડામર કરવા, નવી આવાસ યોજના માટે પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સી સર્વિસીસની એજન્સી તરીકે નિયુકત કરવા, રેસકોર્સમાં સ્વિમિંગપુલમાં ફિલ્ટર પ્લાન્ટ ઈનસ્ટોલ કરી ફિલ્ટર હાઉસ બનાવવા, આલ્ફેડ હાઈસ્કુલ ખાતે બનાવવામાં આવેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં કોન્ફરન્સ રૂમ, વીઆઈપી લાઉન્ચ, કિડઝ પ્લે એરીયા અને ફુડ કોર્ટનું સંચાલન આપવા, સોલીડ વેસ્ટ શાખાના ઉપયોગ માટે અલગ-અલગ ૫૦ આઈટમો સપ્લાય કરવાનું ત્રિવાર્ષિક કોન્ટ્રાકટ આપવા તથા કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિના નિયમમાં ફેરફાર કરવા સહિતની અલગ-અલગ ૨૨ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.

 

 

Loading...