Abtak Media Google News

હાસ્ય કવિ સંમેલન, ગુજરાત સ્થાપના દિનની ઉજવણી, ફલાવર સહિતના કાર્યક્રમોમાં થયેલા ખર્ચ મંજૂરી માટે મહિનાઓ બાદ દરખાસ્ત: કોર્પોરેશનની હાઈસ્કુલમાં અભ્યાસ કરતા ૧૫૦૦ વિદ્યાર્થીઓને યુનિફોર્મ, બુટ-મોજા અપાશે

રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે ગુ‚વારે બપોરે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમીટીની બેઠક મળશે જેમાં શહેરના વોર્ડ નં.૯માં ગાંધીનગર તેમજ દિપક સોસાયટી નજીક ટી.પી.ના પ્લોટમાં નવો બગીચો બનાવવા સહિત અલગ અલગ ૩૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.કાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં મહાપાલિકા દ્વારા ધુળેટી તહેવાર નીમીતે માર્ચ મહિનામાં યોજાયેલા હિન્દી હાસ્ય કવિ સંમેલનના કાર્યક્રમનો ‚ રૂ.૫.૭૩ લાખનો ખર્ચ મંજૂર કરવા, સોલીડ વેસ્ટ શાખાના પાર્ટ ટાઈમ રોજમદારોને ૧૮૦૦ દિવસ પૂર્ણ થયા હોય તેને નિયત પગાર ધોરણમાં સમાવેશ કરવા, ઈસ્ટ ઝોનમાં પ્રથમ અને બીજા તબકકાના સેવાસેતુ કાર્યક્રમનો ખર્ચ મંજૂર કરવા, મહાપાલિકા સંચાલીત તમામ હાઈસ્કુલમાં અભ્યાસ કરતા ૧૫૦૦ વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ, બે જોડી મોજા અને એક જોડી બુટ આપવા માટે ‚ રૂ.૨૬.૮૯ લાખનો ખર્ચ મંજૂર કરવા, ગુજરાત સ્થાપના દિન નીમીતે ૧લી મેના રોજ યોજાયેલા ગાતા રહે મેરા દિલ સંગીત સંધ્યા કાર્યક્રમનો ‚ રૂ.૧૬.૮૪ લાખનો ખર્ચ મંજૂર કરવા, વિશ્ર્વ યોગા દિન નીમીતે યોજાયેલા એકવા યોગનો ‚ રૂ.૪.૫૬ લાખનો ખર્ચ મંજૂર કરવા, જુદી જુદી શાખાઓમાં મેન પાવર પૂરા પાડવા વાર્ષિક કોન્ટ્રાકટ ફાઈનલ કરવા, ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલા ગાર્ડન એકઝીબીશન કમ ફલાવર શોનો ‚ રૂ.૩૯.૯૧ લાખ ખર્ચ મંજૂર કરવા, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજાયેલા લારઝેસ્ટ હાઉસ કલીનીગીલેશન કાર્યક્રમનો રૂ.૭૯ હજારનો ખર્ચ મંજૂર કરવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના મત વિસ્તાર એવા વોર્ડ નં.૯માં શહેરમાં રેકોર્ડ બ્રેક ૨૪ બગીચાઓ આવેલા છે. દરમિયાન અહીં રૈયા ટીપી સ્કીમ નં.૬ના ફાઈનલ પ્લોટ નં.૧૭૮માં ગાંધીનગર અને દિપક સોસાયટી નજીક નવો બગીચો બચાવવા માટે રૂ.૧૨.૪૨ લાખનો ખર્ચ મંજૂર કરવા, સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. વોર્ડ નં.૧૫માં ભાવનગર રોડ પર આજીડેમ ચોકડી નવા થોરાળા મેઈન રોડ સુધી રૂ.૩.૧૨ કરોડના ખર્ચે ૮૧૩ એમએમની પાઈપ લાઈન નાખવા, વર્ષ ૨૦૧૭-૧૮ માટે ત્રણેય ઝોનના શાળા બોર્ડના મેસેનરી કામનો વાર્ષિક કોન્ટ્રાકટ ફાઈનલ કરવા, ભાવનગર રોડ પહોળો કરવા માટે જે આસામીઓની મિલકત કપાતમાં લેવામાં આવી છે. તે પૈકી ચાર આસામીઓને પ્લોટના બદલામાં વધુ એફએસઆઈ બીલ્ટ અપ પાર્કિંગ કે માર્જીનના લાભ આપવા તથા વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં વેલનાથ પાર્ક તથા જડેશ્ર્વર પાર્કમાં ડ્રેનેજ લાઈન નાખવા, મેઈન હોલ તથા હાઉસ કનેકશન ચેમ્બર બનાવવા ‚ રૂ.૮૯.૭૭ લાખનો ખર્ચ મંજૂર કરવા સહિતની અલગ અલગ ૩૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.