Abtak Media Google News

સળંગ બાવનમાં વર્ષીતપનાં આરાધક પૂ.ગુરૂદેવ મણીયાર દેરાસર ખાતે માંગલીક ફરમાવશે

સળંગ ૫૨માં વર્ષીતપના આરાધક મહાન તપસ્વી અચલ ગચ્છાધિપતિ પૂ. ગુણોદયસાગર સૂરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા આવતીકાલ સવારે રાજકોટ પધારશે, જામવણથલી વાળા જયસુખલાલ ખુશાલચંદ મહેતા પરિવારના નિવાસ સ્થાનથી પૂજય ગુરુદેવના સામૈયા કરવામાં આવશે. ગુરૂદેવ મણીયાર જિનાલય ખાતે બિરાજશે. જિન શાસનમાં નં.૧ એવા વિક્રમી વર્ષીતપના આરાધક ગુરુદેવના દર્શન-વંદનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અચલગચ્છાધિપતિ પૂ.ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં જૂનાગઢ તીર્થ ખાતે સામૂહિક ૯૯ યાત્રા તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. ગુરૂદેવ જૂનાગઢથી ઉગ્ર વિહાર કરી રાજકોટ પધારી રહ્યાં છે. કચ્છના ૭૨ જિનાલય તીર્થના પ્રતિષ્ઠાપક, ભદ્રેશ્ર્વર તીર્થના ર્જીણોધ્ધારક એવા ગુરૂદેવને સળંગ ૫૨મો વર્ષીતપ ચાલી રહ્યો છે. આટલી લાંબી ઉગ્ર તપશ્ર્ચર્યા કરતાં તપસ્વીરત્ન ગુરૂદેવ જિન શાસનમાં નં.૧ તપસ્વી છે.  આવતીકાલે સવારે ૯:૩૦ કલાકે ગુરૂદેવ રાજકોટ પધારશે. મણીયાર જિનાલય ખાતે એક દિવસ સ્થિરતા કરી ડોળીયા, શંખેશ્ર્વર તરફ વિહાર કરશે.

મહાન તપસ્વી પૂજય ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા.૮૭ વર્ષની જૈફ વયે સળંગ ૫૨મો વર્ષીતપની તપશ્ર્ચર્યા કરી રહ્યાં છે. શાંત, સરળ, સ્વભાવી પૂજય ગુરૂદેવ, જયોતિષાચાર્ય પૂ.વિરભદ્રસાગરજી મ.સા. આદિ સાધુ ભગવંતો આવતીકાલે સવારે જામવણથલીવાળા જયસુખલાલ ખુશાલચંદ મહેતા પરિવારને ત્યાં પધારશે. સવારે ૯:૩૦ કલાકે મહેતા પરિવારના નિવાસ સ્થાન માધવવન એપાર્ટમેન્ટ, ચૌધરી હાઈસ્કૂલ પાછળ, ડો.તન્ના હોસ્પિટલ પાસે, રાજકોટ ખાતેથી ગુરૂદેવના સામૈયા કરવામાં આવશે. સકળ સંઘ દ્વારા વાજતે-ગાજતે ગુરૂદેવના સામૈયા કરી મણીયાર દેરાસર ખાતે પધારશે, ત્યાં પૂજય ગુરૂદેવ માંગલીક ફરમાવશે. પૂજય ગુરૂદેવના સામૈયામાં પધારવા રાજકોટના દરેક જૈન સંઘોને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. સમસ્ત જૈન સમાજને બહોળી સંખ્યામાં પૂજય ગુ‚દેવની ભક્તિનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.