વાંકાનેરમાં મહાત્મા ગાંધી સાર્ધ શતાબ્દિ વંદના અંતર્ગત કાલે સર્વધર્મ સમભાવ સંમેલન

161

મોરારીબાપુ અને મીરબાપુ એક મંચ પરથી લોકોને સંદેશો પાઠવશે

વાંકાનેર તાલુકાના પંચાશીયા ગામે કાલે ડો . હાજીભાઇ બાદી સંચાલીત સહયોગ વિદ્યાલયમાં મહાત્મા ગાંધી સાર્ધ શતાબ્દી વંદના અંતર્ગત સર્વઘર્મ સમભાવ સંમેલનનુ આયોજન થઇ રહ્યું છે

વાંકાનેર માં આ સૌ પ્રથમ સર્વ ઘર્મ સમભાવ સંમેલન કરાયું છે જેમાં એક જ સ્ટેજ ઉપરથી હિન્દુ ધર્મના કથાકારમોરારી બાપૂ અને મોમીન સમાજના ધર્મગુરુ મીર સાહેબ બાપૂ આ સર્વેઘર્મ, સમભાવ સંમેલનમાં ઉપસ્થિત રહેલ બંને ઘર્મ અને સમાજના લોકોને સર્વ ધર્મ સમભાવનો સંદેશ આપશે તેમજ મળતી માહીતી મુજબ આ સંમેલનમાં મોટીવેશન સ્પીકર સંજ્ય રાવલ અને જેવો એ પંચાશીયામાં અભ્યાસ કર્યો છે તેવા જીતુદાન ગઢવી પણ પવારી રહ્યા છે

સર્વ ઘર્મ સમભાવ સંમેલન પંચાશીયા ગામ ખાતે સહયોગ વિદ્યાલય માં આગામી તારીખ ૧૩મી માર્ચના રોજ સમય બપોરે ર થી ૪ દરમ્યાન આયોજન થઇ રહ્યું છે હાલમાં આ સંમેલનને સફળ બનાવવા માટે સહયોગ વિદ્યાલયના સંચાલક અને ગાંધીવાદી વિચારક ડો. હાજીભાઇ બાદીની આગેવાનીમાં પંચાશીયા ગામના સરપંચ પંચાસીયા ગામના વતની અને આ વિસ્તાર ના જિલ્લા પંચાયત ના સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્ય તેમજ રાજકીય ઘામિક અને સામાજિક આગેવાનો  ઉપરાંત તાલુકા માંથી અન્ય સહયોગી મિત્ર અને વડીલો મહેનત કરી રહ્યા છે.

આ સર્વ ઘર્મ સમભાવ સંમેલનમાં આયોજકો તરફથી આમ જનતાને સહ પરીવાર પધારવાનુ જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.

Loading...