કે.એલ. રાહુલને ડાબા કાંડામાં ઈજા: બાકીના બે મેચ નહીં રમે

ઓસ્ટ્રેલીયાની ટુરમાં પ્રેકટીસ દરમિયાન

ભારત પર ફરી બેંગ્લુરૂમાં ત્રણ અઠવાડિયા આરામ કરશે

ઓસ્ટ્રેલીયાની ટુરમા ગયેલા કે.એલ. રાહુલને શનિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેકટીસ દરમિયાન ડાબા કાંડામાં ઈજા થતા બોર્ડર ગાવસ્કર ટ્રોફીનાં બાકીનાં બે મેચમાં ભાગ લઈ નહીં શકે.

વિકેટ કીપર અને બેટસમેન કે.એલ. રાહુલ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમમાં ઓસ્ટ્રેલીયા ટુર પર છે. શનિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેકટીસ દરમિયાન રાહુલને નેટમાં બેટીંગ કરતી વેળાએ ડાબા કાંડા પર ઈજા થઈ હતી. તેને કાંડામાં થયેલી આ ઈજાને લીધે તે હવે બોર્ડર ગાવસ્કર ટ્રોફીના બાકીનાં બે મેચમાં ભાગ લઈ નહી શકે. તેને આ ઈજાથી સંપૂર્ણ સાજા થવા અને કાર્યરત બનવા માટે ત્રણ અઠવાડિયાનો આરામ કરવો પડશે. આથી તે ભારત પરત ફરશે અને તેની ઈજાની સારવાર માટે બેગ્લુરૂની નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે રહેશે તેમ બીસીસીઆઈના માનદમંત્રી જય શાહે જણાવ્યું હતુ.

Loading...