જૂનાગઢના યુવાનોએ ગરીબ બાળકોને કપડાં પહેરાવી ઉજવ્યું સ્વાતંત્ર પર્વ

90
junagadh-youth-celebrate-poor-childrens-clothing
junagadh-youth-celebrate-poor-childrens-clothing

ગરીબ પરિવારની દીકરીઓના લગ્નના સમયે જનતા ગેરેજના યુવાનો કરશે મામેરુ

૧૫ ઓગસ્ટે આપણા રાષ્ટ્રીયપર્વની ઉજવણી  જુનાગઢ ના જનમત ફાઉન્ડેશન અને જનતા ગેરેજ ના યુવાનોએ પ્રોજેક્ટ સ્માઈલ દ્વારા કરી હતી આ પ્રોજેક્ટમાં જરૂરિયાતમંદ ગરીબ પરિવારના લોકોને કપડાં વિતરણ કરીને ગરીબોના ચેહરા પર સ્માઈલ સાથે ભાયચારાની લાગણી લાવવાના પ્રયાસ કરીને સાચા અર્થમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી  કરવામાં આવી હતી

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી ચારે તરફ ભારે ઉત્સાહપૂર્વક થઈ રહી હતી ત્યારે જૂનાગઢના જનમત ફાઉન્ડેશન અને જનતા ગેરેજ ના યુવાનોએ સમાજમાં સાચા અર્થમાં દેશભક્તિ અને ભાઈ ચારા નો સંદેશ આપવા પ્રોજેક્ટ સ્માઈલ દ્વારા ગરીબ પરિવારના બાળકોને નવા જેવા કપડાં આપી એમના ચહેરા પર સ્મિત આવે તેવો પ્રયત્ન કરાયો હતો આ પ્રોજેક્ટ માટે સંગઠનના યુવાનો દિવસોથી દિવસ રાત જહેમત ઉઠાવી હતી શહેરના મધ્યમ વર્ગ અને પૈસાપાત્ર વ્યક્તિઓના ઘરે જઈ તેઓ ન પહેરતા સારા સારા કપડા ન ઉપયોગ કરતા રમકડા તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ કે જે તેમના માટે નકામી હોય કેવી એકાદ હજાર જેવી વસ્તુઓ એકઠી કરી તેમાંથી સાતસો જેટલી વસ્તુઓ તેનું રીપેરીંગ અને પેકિંગ કરી ગરીબ પરિવારના બાળકોને રમકડા તેમજ કપડા આપી તેમની વચ્ચે જઇ સ્વાતંત્ર પર્વ ઉજવણી કરી તેમના ચહેરા પર સ્મિત લાવવા પ્રયત્ન કરાયો હતો આ ઉપરાંત કોઈ મુખ્ય હોદ્દેદાર વગરના આ સંગઠનોએ હવેથી ગરીબ પરિવાર ની દીકરીઓ ના લગ્ન પ્રસંગે મામેરુ કરવાની પણ જાહેરાત કરી હતી સંગઠનના યુવાનો જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી આપણી વચ્ચે રહેતા દરેક ગરીબ ભારતીય માં ભાયચારાની લાગણી સાથે તેમના ચેહરા પર સ્મિત લાવી શકાય તે એક જ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય છે આ ઉપરાંત આ કામગીરીમાં ૫૦ થી વધુ યુવાનો જોડાયા હતા અને તેમણે પોતાના પરીવારનાં બાળકોને પણ સાથે રાખ્યા હતા જેનાથી તેમનામાં પણ ભવિષ્યમાં આવુ કરવાની પ્રેરણા જાગૃત થાય   શહેરના જાગૃત નાગરિકોએ યુવાનોની આ પહેલને આવકારી અને બિરદાવી હતી

Loading...