હિન્દૂ દેવી દેવતાઓ ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર જૂનાગઢના સ્ટેન્ડઅપ કોમેડિયન મુન્નવર ફારૂકીની ધરપકડ

હિન્દૂ દેવી દેવતાઓ અને અમિત શાહ ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર મુન્નવર ફારૂકીની ધરપકડ કરવામાં આવી હતી. મુન્નવર મૂળ જૂનાગઢનો છે.

મુન્નવર સાથે ચાર અન્ય શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઇન્દોરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન આયોજિત કોમેડી શોમાં કરવામાં આવેલી ટિપ્પણીના કારણે શો રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજેપીના ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌડના પુત્રએ વિડિઓ રેકોર્ડના આધારે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મુન્નવર સાથે એડવિન એન્થોની, પ્રખર વ્યાસ, પ્રિયમ વ્યાસ અને નલિન યાદવની ધરપકડ પણ કરી છે. ધાર્મિક લાગણીઓ દુભાવવા જાણીજોઈને ટિપ્પણી કરાઈ હોવાનો આક્ષેપ થયો છે.

ભાજપના ધારાસભ્યના પુત્ર એકલવ્યએ જણાવ્યા મુજબ, “હું અને મારા મિત્રો ટિકિટ ખરીદીને કોમેડી શોમાં ગયા હતા જ્યાં ફારૂકીને મુખ્ય હાસ્ય કલાકાર તરીકે બોલાવવામાં આવ્યા હતા. આ શોમાં હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણીઓથી મજાક ઉડાવવામાં આવી હતી. ગોધરા કાંડ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતનો પણ અયોગ્ય ઉલ્લેખ હતો. આવી બધી વાંધાજનક બાબતો કોમેડી શોમાં ચાલી રહી હતી. અમે તેનો એક વીડિયો બનાવ્યો અને શો બંધ કર્યો. પછી અમે હાસ્ય કલાકારો અને શોના આયોજકોને પકડ્યા અને તેમને તુકોગંજ પોલીસ સ્ટેશન લઈ ગયા.

Loading...