Abtak Media Google News

કહેવત છે કે, ભણેલા ભૂલે તો આખી ભીંત ભૂલી જાય… એમ ગીર અભ્યારણના વન અધિકારીઓ એ પણ આવું જ કરી નાખ્યું હોય તેમ ગિરના જાખિયા નેસમાં વન વિભાગના નવા બનેલા ક્વાર્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર, માસ્ક પહેરવાની દરકાર લીધા વગર જ ઉધઘાટનના કાર્યક્રમમાં હાજરી આપી, અનાયાસે જ કાયદાનો ભંગ કરી લીધો હોવાના પગલે આરટીઆઇ એક્ટિવિસ્ટ અને પર્યાવરણવાદીઓએ વન અધિકારીઓની આ ભૂલને ગંભીર ગણીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

આ ચકચારી બનાવની વિગત મુજબ ગીર પશ્ચિમ અભ્યારણમાં આવેલા ગીર ગઢડા નજીકના જંખ્યા નેસમાં વન કર્મચારીઓના નવા બનેલા ક્વાટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડી.સી.એફ. ધીરજ મિતલ અને અધિકારીઓએ ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપતા વખતે સરકારનાં જાહેરનામા અને સરકારી ગાઈડ લાઇન મુજબ જરૂરી મોઢે માસ્ક બાંધ્યા ન હતા અને સોશિયલ દિસતાંસનો અમલ કર્યો ન હોવાનું કાર્યક્રમના પડેલ ફોટામાં દેખાતા આરટીઆઇ એક્ટિવિસ્ટ ભીખુભાઇ બાટાવાળાએ કલેકટરને આવેદનપત્ર પાઠવી સોશિયલ ડિસ્ટન્સ અને લોક ડાઉનના આ સમયમાં ડી.સી.એફ. દરજ્જાના વન અધિકારી એ કરેલા નિયમ ભંગ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આવી જ રીતે સામાજિક કાર્યકર પર્યાવરણવાદી અને આરટીઆઇ એક્ટિવિસ્ટ મહેશભાઇ મકવાણાએ ગીર ગઢડા પી. એસ. આઈ. ને લેખિત અરજી કરીને આ કાર્યક્રમમાં જાહેરનામાના ભંગના બનાવને પગલે જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ બનાવના પગલે વનતંત્ર અને વહીવટીતંત્ર સાથે સાથે સમાજમાં ભારે ચર્ચા જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.