Abtak Media Google News

જુનાગઢ પોલીસે રેન્જ આઈજી તેમજ એસપીના માર્ગદર્શન તળે દા‚ની બદી ડામવા સુચના તેમજ માર્ગદર્શન જારી કર્યા બાદ ગઈકાલે દોઢથી બે વચ્ચેના સમયગાળામાં સી ડિવીઝન વિસ્તારમાંથી પૂર્વ બાતમીના આધારે જી.જે.૧૦ એસ.સી. ૩૪૯૧ને અટકાવી તપાસ કરતા ૧૮ પેટી દારૂની પેટીઓ તેમજ ૭૨ નંગ છુટી દારૂની બોટલો મળી આવી હતી. આવી જ રીતે એ ડિવીઝન પોલીસને જી.જે.૧૦ એ.સી. ૯૮૦૭ હોન્ડા સિટી કાર, હોન્ડા એકટીવા જી.જે.૧૧ ૯૬૩૬ માંથી ૨૩ પેટી તેમજ છુટી બોટલ નંગ ૧૬૦ મળી આવ્યા હતા.

આ અંગે વિસ્તૃત વિગત અનુસાર ગઈકાલે સી ડીવીઝન પોલીસને મળેલ પૂર્વ બાતમીના આધારે રાજીવનગર નસીબ પાનવાળી ગલીમાંથી શંકાસ્પદ ગાડીમાંથી ૧૮ પેટી અને ૭૨ બોટલ મળી કુલ રૂ.૩,૧૫,૨૦૦નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

જયારે એ ડિવીઝન પોલીસે દાતાલ રોડ, જમાયલશાહપીરની દરગાહ પાસેથી હોન્ડા સિટી કાર અને એકટીવા મળી ૨૩ પેટી દારૂ અને છુટી ૧૬૦ બોટલ જપ્ત કરી કુલ રૂપિયા ૨,૬૯,૫૦૦નો મુદામાલ ઝડપી પાડયો હતો. દાતાર રોડથી પકડાયેલ દારૂના માલમાં આરોપી ટીલયો રહે.જુનાગઢ નીચલા દાતારવાળો ભાગી છુટયો હતો. જયારે રાજીવનગર અજાણ્યો કાર ચાલક પોલીસને ચકમો આપી નાસી છુટવામાં સફળ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.