Abtak Media Google News

સાંસદ, મેયર, કલેકટરના સરપ્રાઈઝ ચેકીંગમાં અનેક ક્ષતીઓ બહાર આવી: હોસ્પિટલ તંત્રમાં દોડધામ

જૂનાગઢ સાંસદ, મેયર અને કલેકટર સીવીલ હો.ની અનેક ફરિયાદો બાદ દોડી ગયા હતા રાજકીય આગેવાન અને કલેકટરની ઓચિંતી મુલાકાતથી હોસ્પિટલ તંત્ર રીતસર દોડતુ થયું હતુ જોકે હોસ્પિટલ સારવાર લઈ રહેલા બુધ્ધીજીવીઓએ મહિનાઓથી થતા ફરિયાદના ઢગલા બાદ હોસ્પિટલ તંત્ર કે સરકારના પેટનું પાણી હલતું નહતુ ત્યારે ઓચિંતી આ મુલાકાતને પદાધિકારીઓને અને રાજકીય આગેવાનોને લોકસભાની ચૂંટણી યાદ આવી હોવાનું ગણાવ્યું હતુ પણ છતા આવી જાગૃતતાનું પ્રદર્શન કાયમ થાય તેવી આશા સેવી હતી.

આ અંગે વિસ્તૃત વિગત અનુસાર આશરે ૧૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ જૂનાગઢની સીવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ સરકારના કરોડોના આંધણ બાદ પણ સમસ્યાઓને ખાટલો બની બેઠી છે રાત્રે અને દિવસે અનેક સમસ્યાઓ ફૂલીફાલી છે. રખડતા ઢોર અને કુતરાઓ દર્દીઓ અને તેમના સગાવહાલાઓમ ટે મોટુ જોખમ છે. હોસ્પિટલના ઈન્સ્ટુમેન્ટોનો જોઈએ ત્યારે જોઈએ તેવો ઉપયોગ થઈ રહ્યો છે.

બહારથી આવતા દર્દીઓ માટે તેમને ચોકકસ માહિતી મળે તેવા સાઈન બોર્ડો પણ કરોડોના આંધણ પછી લાગ્યા ની તાત્કાલીક સારવાર વિભાગ પાસે સીકયોરીટી સતત ઉંધતી રહે છે. વાહનોના થતા ખડકલાને કારણે દર્દીને લઈને આવતી એમ્બ્યુલન્સોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કરોડોના ખર્ચે બનેલી જૂનાગઢ સીવીલ હોસ્પિટલનો વહીવટ ખાડે ગયો છે. તાજેતરમાં વડાલ પાસે થયેલા અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તોને મોબાઈલની લાઈટથી સારવાર આપવામાં આવી હતી.

નવી હોસ્પિટલમાં અનેક બદીઓનો પ્રવેશ થયો છે. શુક્રવારે કલેકટર ડો. સૌરભ પારધી સાંસદ રાજેશ ચુડાસમા મેયર આધાશકિતબેન મજમુદાર, સંજય કોટડીયાએ સીવીલ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતુ ચેકીંગ દરમિયાન અનેક બેદરકારીઓ સામે આવી હતી એટલું જ નહિ જૂનાગઢ સીવીલ હોસ્પિટલનાં ઈન્ચાર્જ ઘેર હાજર હતા. રજા મૂકયા વિના ચાલુ નોકરીએ જતા રહ્યા હતા. સીવીલ હોસ્પિટલમાં ઠેર ઠેરગંદકી જોવા મળી હતી ધણી જગ્યાએ કામ પણ અધુરૂ મૂકી દેવામાં આવ્યું હતુ હોસ્પિટલમાં સફાઈના નામે મીંડુ છે સાંસદે કહ્યું હતુ કે હોસ્પિટલ સંભાળના નામે કાર્યવાહી થશે જો કે રાજકીય વર્તુળો અને બુધ્ધીજીવી વર્ગમાં આ મુલાકાત રાજકીય હોવાનું અને લોકસભાની ચૂંટણી યાદ આવી હોવાનું દિવસભર ચર્ચાયું હતુ પરંતુ જોખરેખર પદાધિકારીઓ જાગ્યા હોયતો દિવસોનાં સમયાંતરે હોસ્પિટલનું ચકકર લગાવી પ્રજાની પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ તેવું બુધ્ધીજીવી વર્ગે કહ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.