Abtak Media Google News

જૂનાગઢ શહેરમાં ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે તા.૨૭/૨/૨૦૧૯ થી તા.૪/૩/૨૦૧૯ સુધી પરંપરાગત રીતે ગિરનાર શિવરાત્રી કુંભ મેળો યોજનાર છે. આ મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ એકઠા થવાની સંભાવના હોય જેથી ટ્રાફિક નિયમન માટે રસ્તાઓ વન વે જાહેર કરવા તેમજ ટ્રાફિક જામના પ્રશ્નો ઉદભવે નહીં તે હેતુસર નો પાર્કીગ જાહેર કરવામાં આવેલ છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ બહાર પાડેલ જાહેરનામા મુજબ પાસ ધરાવતા વાહનો ગિરનાર તળેટીમાં જવા માટે ભરડાવાવ થઇ સ્મશાન પાસેથી તળેટીમાં પ્રવેશી શકશે.

ગિરનાર તળેટીથી આવતા વાહનો સ્મશાનથી ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજા થઇ જૂનાગઢમાં પ્રવેશી શકશે. મેળા દરમ્યાન યાત્રાળુઓ તથા વાહનો વડલી ચોક સુધી આવ્યા પછી વડલી ચોકથી ડાબી બાજુના રોડ પર ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જઇ શકશે. પરંતુ મંગલનાથ બાપુની જગ્યાથી ભવનાથ મંદિર તરફ આવી શકશે નહી. છગનમામાની સોસાયટીમાં થઇને ભવનાથ તરફ વાહનો લઇ જવા માટે પ્રતિબંધ રહેશે.

ગિરનાર દરવાજાથી સોનાપુરી તરફ જવાનો રસ્તો સોનાપુરી સુધી (ફકત જવા માટે બંધ) અને સોનાપુરી થી ભરડાવાવ તરફ જવાનો રસ્તો (ફકત જવા માટે બંધ) આ ઉપરાંત કાળવા થી દાતાર રોડ કામદાર સોસાયટી થી ગિરનાર દરવાજા ભરડાવાવ થી ધારાગઢ દરવાજા થી મજેવડી દરવાજા સુધી રોડ ઉપર નો પાકીંગ તેમજ મોર્ડન ચોક થી જવાહર રોડ સ્વામી મંદિર સેજની ટાંકી ગિરનાર રોડ ગિરનાર દરવાજા સુધી નો પાર્કીંગ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.