Abtak Media Google News

સોમવારે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ: ૬ જુલાઈ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે, ૯ જુલાઈ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ, ૨૩મી જુલાઈએ મત ગણતરી

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખોનું એલાન ગઈકાલે સાંજે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી સોમવારે એટલે કે ૧લી જુલાઈએ ચૂંટણીનું વિધિવત જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. મહાપાલિકાના ૧૫ વોર્ડની ૬૦ બેઠકો માટે ૨૧મી જુલાઈના રોજ મતદાન અને ૨૩મી જુલાઈના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર તાંની સો જ જૂનાગઢમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જવા પામી છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ઉમેદવાર નકકી કરવાની પ્રક્રિયા જોરશોરી શરૂ કરી દીધી છે.

જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ વોર્ડની ૬૦ બેઠકો માટે સામાન્ય ચૂંટણી માટેની તારીખનું એલાન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી ૧લી જુલાઈના રોજ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થશે અને ત્યારી જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૬ જુલાઈ નિયત કરવામાં આવી છે. ૮ જુલાઈ સુધી ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ૯મી જુલાઈ સુધી ઉમેદવારી ફોર્મ પરત કરી શકાશે. ૨૧મી જુલાઈના રોજ સવારે ૮ વાગ્યાી લઈ સાંજના ૫ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જરૂર પડશે તો ૨૨મી જુલાઈના રોજ પુન: મતદાન કરાવવામાં આવશે. ૨૩મી જુલાઈએ સવારી મત ગણતરી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જૂનાગઢ મહાપાલિકામાં ૨૦ વોર્ડ અને ૬૦ બેઠકો હતી. સનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓને ૫૦ ટકા અનામત આપ્યા બાદ હવે જૂનાગઢમાં ૧૫ વોર્ડ અને ૬૦ બેઠકો છે જેમાં ૩૦ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણી પ્રમવાર નવા સીમાંકન પ્રમાણે પ્રમવાર ચૂંટણી યોજાશે. આગામી સોમવારી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ વાની હોય ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ઉમેદવારો પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ મહાપાલિકામાં ૪૪ સભ્યો સો ભાજપ સત્તારૂઢ છે. આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટકકર થાય તેવી સંભાવના જણાય રહી છે.

જૂનાગઢ મહાપાલિકાના ૧૫ વોર્ડની ૬૦ બેઠકો માટે કુલ ૨,૩૮,૦૨૪ મતદારો છે. ૨૯૭ મતદાન મકો પૈકી ૧૫૧ મતદાન મકો સંવેદનશીલ અને ૪૩ મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. ચૂંટણીમાં ૩૯૦ ઈવીએમનો ઉપયોગ થશે.

આ ઉપરાંત ૧૩૦૬ પોલીંગ સ્ટાફ અને ૫૯૪ પોલીસ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવશે. જૂનાગઢ મહાપાલિકા ઉપરાંત ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નં.૧ની ખાલી પડેલી ૧ બેઠક માટે પણ ચૂંટણી યોજાશે. જ્યારે ૫ જિલ્લા પંચાયતની ૫ ખાલી બેઠકો માટે અને ૧૧ તાલુકા પંચાયતની ૨૯ બેઠકો માટે આગામી ૨૧મી જુલાઈના રોજ પેટા ચૂંટણી હાથ ધરવામાં આવશે. તમામની મત ગણતરી એક સો ૨૩મી જુલાઈના રોજ હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.