Abtak Media Google News

મહાપાલીકાનાં મેયર પદે ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર પદે હિમાંશુભાઈ પંડયા અને સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન તરીકે રાકેશભાઈ ધુલેશીયાની નિમણુંક

જૂનાગઢ મહાનગરપાલિકામાં ચુંટણી પત્યા પછી આજે પ્રથમ વખત ચૂંટાયેલા નગરસેવકોનું   પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હતું આ જનરલ બોર્ડમાં વિધિવત રીતે મહત્ત્વના પદો પર નિમણૂકો કરવામાં આવી હતી મહાનગરપાલિકાની ચૂંટણી  શરૂ થાય તે  પહેલાજ મૈયર પદના ઉમેદવાર તરીકે ધીરુભાઈ ગોહેલની મેયર પદના ઉમેદવાર તરીકે  જાહેરાત કરવામાં આવી હતી આજે મેયર પદ સિવાયના અન્ય મહત્વના પદૌપર નવા અને વર્ષોથી પક્ષના વફાદાર ચહેરાઓના નામની મહોર લાગી હતી પાર્ટીનું મોવડીમંડળ  કોના નામોની જાહેરાત કરે છે તે અંગે જબરુ સસ્પેન્સ સેવાયુ હતું

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે બમ્પર બહુમતિ સાથે જીત મેળવી છે આજે બપોરે ૧૨ વાગ્યાના સુમારે જુનાગઢ મહા નગરપાલિકાનું પ્રથમ જનરલ બોર્ડ  મળ્યુ હતું આ જનરલ બોર્ડમાં વિધિવત રીતે મહત્ત્વના પદો પર નિમણૂકો કરવામાં આવી હતી હતી ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપે મેયર પદના ઉમેદવાર તરીકે ધીરુભાઈ ગોહેલ નું નામ જાહેર કર્યું હતું રાજકીય સૂત્રોના માનવા અનુસાર સ્વચ્છ અને સાફ પ્રતિભા ધરાવતા ધીરુભાઈ ગોહેલ ને મેયર પદ ના ઉમેદવાર તરીકે જાહેરાત કરતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના પ્રભુત્વવાળા વિસ્તારો તેમજ ધીરુભાઈ ગોહેલના વ્યક્તિગત વર્ચસ્વવાળા વિસ્તારોનું સરવૈયું  મંડાઈ તો ૧૦થી ૧૨ સીટ પર પ્રભુત્વ જમાવવું ધીરુભાઈ ગોહેલ ના નામની મેયર પદ ના ઉમેદવાર તરીકે જાહેરાત કરતા શક્ય બન્યું હોવાનું રાજકીય સૂત્રૌ નું મંતવ્ય મળે છે મહાનગરપાલિકા મેયર સિવાયના અન્ય  મહત્વના પદો ડેપ્યુટી મેયર તરીકે હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાકેશભાઈ ધુલેશીયા. શાસક પક્ષના નેતા તરીકે નટુભાઈ પટોળીયા. દંડક તરીકે ધરમણભાઇ ડાંગર. સહિતના સ્ટેન્ડિંગ કમિટી ના સભ્યોપદે ૧૨ નગર સેવકોની નિમણૂક જબરી ઉત્તેજના બાદ થઈ હતી  ચૂંટાયેલા ૫૪ નગરસેવકોમાંથી મેયર પદ ને બાદ કરતા અન્ય ૫૩ નગરસેવકો માથી  મહત્વના પદો ઉપર પક્ષનું મોવડી મંડળ ઉપરોક્ત નામો પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.