Abtak Media Google News

પશ્ચિમ બંગાળના કોલકતાથી જાલી નોટ ગુજરાતમાં લાવવાનું બહાર આવ્યું

ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડ રૂ ૧.૫૨ લાખની જાલી નોટ સાથે જુનાગઢ બસ સ્ટેન્ડ નજીકથી એક શખ્સ ને ઝડપી લીધો છે. સંજય દેવલીયા નામનો આ શખ્સ જુનાગઢની મધુરમ સોસાયટીનો રહેવાસી છે. બાતમીના આધારે એટીએસ દ્વારા આન ઓપરેશન હાથ ધરાયું હતું. આ શખ્સ કલકતાથી જાલીનોટ લઇ જુનાગઢ આવ્યો ત્યાં જ ઝડપાઇ ગયો હતો.

મળતી માહીતી પ્રમાણે જુનાગઢની મધુરમ વિસ્તારમાં તાજેતરમાં મકાન લઇ રહેલા અને પોરબંદર સુથારી કામ કરતો સંજય દેવળીયા (ઉ.વ.પ૩) નામનો આ શખ્સ પશ્ર્ચિમ બંગાળના કલકતાથી પ૦૦ તથા ર હજાર ની જાલી નોટ લઇ જુનાગઢ આવતો હોવાની મુંબઇ એનઆઇએ ને બાતમી મળતી હતી એન.આઇ.એ. ગુજરાત એટીએસને બાતમી આપી અને એટીએએસના પીએસઆઇ એસ.કે. ઓડેદરા, એન.જી. ગોહીલ સહીતના સ્ટાફે જુનાગઢના બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી અને સંજય દેવળીયા બસમાંથી ઉતરી મધુરમ તરફ જતો હતો ત્યાં રસ્તામાં જ તેને ઝડપી લેવામાં આવ્યો તેની પાસેથી ર હજારની પ૩ અને પ૦૦ રૂપિયાની ૯ર નોટ મળી કુલ ૧.૫૨ લાખની જાલીનોટ કબજે કરાઇ છે.

મહત્વનું છે કે ગુજરાતમાંથી જાલી નોટ મળવાનો આ પ્રથમ બનાવ છે અને અગાઉ પણ આ શખ્સ દ્વારા જાલી નોટ ગુજરાતમાં લાવવામાં આવી છે કે કેમ? અને આ ગુન્હામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.