Abtak Media Google News

કાયદાથી વિપરિત સરકારની પૂર્વ મંજુરી વગર અધિકારીઓ સામે કાર્યવાહી ન થઈ શકે: તુષાર સોજીત્રા.

જુનાગઢમાં તાજેતરમાં ટાઉન પ્લાનર ભોયા તેમજ છાશવારે અલગ-અલગ અધિકારીઓ સામે એસીબીએ સેશન્સ કોર્ટમાં અરજી કરી કાર્યવાહી કરવા વિનંતી કરેલ જેમાં જણાવેલ પ્રથમ દ્રષ્ટિએ જ ગુન્હો બનતો હોય એફઆઈઆર કરવા પરમિશન મંગાયેલ. આ આખાય પ્રકરણમાં તેમજ આના સિવાયના અન્ય પ્રકરણોમાં પણ સરકારી અધિકારીઓ સામે લાંચ રૂશ્ર્વત સહિતના ગુન્હાઓ માટે સીધા નામદાર કોર્ટમાં જવાને બદલે આ અધિકારીઓ સામે ગુનાઓ નોંધવા સરકારમાં રજુઆત થતી હોય તેવું કયારેય જાહેર થતુ નથી તો એક તબકકે સરકારનું ખુદનું પણ મોરલ તુટી રહ્યું છે.

તેમજ આવી પ્રક્રિયાઓથી નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટની ગાઈડલાઈનથી પણ વિપરીત થઈ રહ્યું છે. છાશવારે આવી બનતી ઘટનાઓના કારણે જુનાગઢના જાગૃત નાગરિક તુષાર સોજીત્રાએ જાહેરહિતમાં કાયદામંત્રી સહિતના આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સાતેક અધિકારીઓને વિસ્તૃત પત્ર પાઠવી જો દોષિત હોય તો કડકમાં કડક કાર્યવાહી થઈ શકે છે પરંતુ અધિકારીઓ, કર્મચારીઓને થતી ખોટી પજવણી બંધ થાય તે માટે રજુઆત કરી હતી.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢના જાગૃત નાગરિક તરીકે રહેતી ઉધોગપતિ તુષાર સોજીત્રા તાજેતરમાં રાજયના કાયદામંત્રી પ્રદિપસિંહ જાડેજાને વર્તમાન પરિસ્થિતિએ ચાલી રહેલ કાર્યવાહી બાબતે જાણકારી આપી હતી. પોતાના દ્વારા અગાઉ કૌભાંડો ઉજાગર કરી કોર્ટમાંથી થયેલા હુકમો પછી પણ તપાસની કામગીરી થઈ રહી નથી. આ ઉપરાંત આ પત્ર લખનાર જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા ભુતકાળમાં પણ અનેક અરજો કરેલ છે.

હાલ આ અરજીમાં સરકારી કર્મચારીઓ કે સરકારી અધિકારીઓ સામે કોઈ કાયદાકીય પજવણી કરી રહ્યું હોય ત્યારે સરકારે તેમાં રસ દાખવી યોગ્ય કાર્યવાહી કરવા કાયદામંત્રી સહિત ૭ જેટલા લાગતા વળગતા આ ક્ષેત્રના અધિકારીઓ, કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટ દ્વારા ગાઈડલાઈન જારી કરાયેલ હોય તે મુજબ કાર્યવાહી થાય તેવી અપેક્ષા તેમજ માંગ સાથે પત્ર પાઠવ્યો હતો. તેમણે લગભગ ૭ પેઈજના આ પત્રમાં વર્તમાન પરિસ્થિતિએ ગૃહ વિભાગ તેમજ તેની સાથે સંકળાયેલા અધિકારીઓને વાંધા પત્ર પાઠવ્યો હતો.

કાયદાની જોગવાઈઓ હોવા છતાં સરકારની પૂર્વ મંજુરી વગર કોઈપણ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ કોઈપણ વ્યકિત ફરિયાદ કરે તેવા સંજોગોમાં લાગતા વળગતા અધિકારીઓ, કર્મચારીઓ દબાણ અનુભવશે ત્યારે આવા સંજોગોમાં સરકારની પૂર્વ મંજુરી વગરની ન્યાયિક પ્રક્રિયા તેના માટે તેના પર એક દબાણ ઉભુ થઈ રહ્યું હોય તેવા સંજોગોનું નિર્માણ કરે છે. જયારે આ અધિકારીઓ, કર્મચારીઓ લોકોની સુખાકારી માટે કામ કરતા હોય તેવા સંજોગોમાં તેના કામમાં અડચણ ઉભી થશે.

આ અંગેની વિસ્તૃત જાણકારી પ્રીવેન્શન ઓફ કરપ્સન એકટ ૧૯૮૮ની કલમ ૧૯ (૩)માં જોગવાઈઓ કરાયેલ છે. જાગૃત નાગરિક તુષાર સોજીત્રાએ સરકાર તરફથી અધિકારીઓ, કર્મચારીઓના બચાવમાં વિલંબ થયો હોય આ બાબતની ગંભીર બેદરકારીનું ધ્યાન દોરી ગેર બંધારણીય રીતે થયેલ કેસો તેમજ ફોજદારી ઈન્કવાયરીઓને કાયદાની પ્રણાલીકા તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના નિર્દેષ અનુસાર થાય તે માટે કાયદામંત્રી તેમજ અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ, અધિક સચિવ ગૃહ વિભાગ સહિતના આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સાતેક જેટલા અધિકારીઓને વિસ્તૃત પત્ર પાઠવી કાયદાકીય પજવણીથી તુટી રહેલા સારા અધિકારીઓના, કર્મચારીઓના તુટતા મોરલ અટકાવવા તેમજ જો દોષિત હોય તો સરકાર સીધી ભૂમિકા ભજવી શકે છે તે રીતે આગામી સમયમાં કાર્યવાહી કરવા તેમજ ચાલુ કાર્યવાહીમાં રસ દાખવી ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.