Abtak Media Google News

રાજ્ય ચુંટણી આયોગે રાજ્યની ૩૧મી જૂલાઇ ૨૦૧૮ સુધીની મુદત પુરી થતી ગ્રામપ;ચાયતોની સામાન્ય ચુંટણીઓ એપ્રિલ-૧૮માં સંપન્ન કરી છે. હવે ગુજરાત પંચાયત અધિનીયમ ૧૯૯૩ની કલમ ૧૩ તથા ૧૫ અનુસાર રાજ્યની ૩૧-૧૦-૨૦૧૮ સુધી મુદત પુરી થતી ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી તથા વિભાજનવાળી ગ્રામ પંચાયતોની ચુંટણી અને ગ્રામ પંચાયતોની મધ્યસત્ર/પેટાસત્ર ચુંટણીઓ યોજવા નક્કી કરાયુ છે.

૩૧-૧૦-૨૦૧૮ સુધી મુદત પુરી થતી ગ્રામપંચાયતોમાં યોજવાની થતી ચુંટણીઓ માટે પ્રાંત અધિકારીશ્રી ૨૫મી જૂને જાહેરનામુ પ્રસિધ્ધ કરશે. ઉમેદવારી પત્રો ૩૦મી જૂન સુધી સ્વીકારાશે, ઉમેદવારી પત્રોની ચકાસણી ૨જી જૂલાઇના થશે, ઉમેદવારી પત્રો ૩જી જુલાઇ-૧૮નાં બપોરનાં ૧૫-૦૦ કલાક સુધી પરત ખેંચી શકાશે. આવશ્યકતા હોય ત્યાં ૧૫મી જુલાઇ-૧૮નાં રોજ મતદાન સવારે ૮-૦૦ થી સાંજનાં ૫-૦૦ કલાક દરમ્યાન યોજાશે. મતગણતરી ૧૭મી જુલાઇનાં યોજાશે. અને ૨૦મી જુલાઇએ ચુંટણી પ્રક્રિયા સંપન્ન થશે. આ ગ્રામપંચાયતની ચુંટણીમાં વીજાણુ મતદાનયંત્ર(ઈ.વી.એમ)નો ઉપયોગ થશે. ચુંટણી પ્રક્રીયા દરમ્યાન ઉમેદવારી પત્રોની વિગતથી મત ગણતરી સુધીની માહિતી એન.આઇ.સી. દ્વારા ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવા માટે તાલુકા મામલતદાર કચેરી ખાતે જરુરી વ્યવસ્થા ઉપલબ્ધ હશે.જિલ્લા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારીની સીધી દેખરેખ તળે ગ્રામપંચાયતોની ચુંટણી યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.