જૂનાગઢ મુખ્ય સ્વામીનારાયણ મંદિરે આવતી કાલે જામસે ચુટણીનો જંગ

257

૨૭૮૯૫ હરીભક્ત મતદારો આગામી રાધારમણ દેવ વહીવટી સમીતીનું ભાવી નક્કી કરશે સંતોપાર્શદોગ્રુહસ્થો સહિત કુલ ૨૪ ઉમેદવારો મેદાનમાં  ઉતર્યા છે

જૂનાગઢ સ્વામીનારાયણ સંપ્રદાય નું પ્રસાદી ના મંદીર તરીકે ગણાતું જવાહર રોડ સ્થીત મુખ્ય સ્વામીનારાયણ મંદિર નો વહીવટી કારભાર સંભાળતી શ્રી રાધારમણ દેવ વહીવટી સમીતી ની પાચ વર્ષ ની મુદત પૂરી થતી હોય આગામી તારીખ ૧૨ મી મે ના રોજ નીયમ મુજબ ચુટણી યોજાવા જઈ રહી છે મંદિરમાં સંતો તેમજ સંપ્રદાયના હરીભક્તો માં ચુટણી ને લઈને ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મડી રહ્યો છે શ્રી રાધા રમણ દેવ વહીવટી સમિતી માટે બૈ સીટ સંતોની એક સીટ પાર્શદ અને ચાર સીટ હરીભક્તોની આમ કુલ સાત સભ્યોની કમીટી બનેલી હોયછે અને આ સીટો માટે મતદાન યોજાવા જય રહ્યુ છે

આ વખતની આ ચૂંટણીમાં સંતો માથી પાચ પાર્શદો માથી પાચ અને ગ્રુહસ્થ હરીભક્તો માંથી ૧૪ ઉમેદવારોએ ચુટણી જંગ મા ઝંપલાવ્યું છે મુખ્ય ગણાતા બે પક્ષ દેવ પક્ષ અને આગાર્ય પક્ષ વચ્ચે કાંટેકી ટક્કર જેવો માહોલ જામવા પામ્યો છે તદ્ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ આ વખતની ચુટણી માં નીર્ણાયક રહી શકવાની શક્યતા હરીભક્તો ના જાણકાર સૂત્રો માં એકબાજુ ચાલી રહી છે કુલ નોંધાયેલા ૨૭૮૯૫ મતદાતાઓ આ ચુટણી જંગમા પોતાનું સ્વેચ્છીક મતદાન કરી ભવિસ્યની શ્રી રાધારમણ વહીવટી કમીટી નીર્ધારીત્ કરશે

મતદાન લોકસાહિ ઢબે પારદર્શક અને શાંતિપૂર્ણ થાય તે માટે જીલ્લા કલેકટર અને ચુટણી અધીકારી કાસુંદ્રા ની સીધી દેખરેખ નીચે મતદાન અને મત ગણતરી માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે મતદાન તેમજ મત ગણતરી સમયે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા માં આવસે તેવી સુત્રો પાસેથી જાણકારી મળી રહી છે

Loading...