Abtak Media Google News

૯૫ થી વધુ અધિકારીઓ અને લાઈબ્રેરીયન ઉપસ્થિત રહ્યાં: આઈ.સી.એ.આર.ના ડો.પી.એસ.પાંડેની વિશેષ ઉપસ્થિતિ

જૂનાગઢ કૃષિ યુનિ. અને આઈ.સી.એ.આર. કેન્દ્રની સંસ્થાના સંયુકત ઉપક્રમે તમામ યુનિ.ના લાઈબ્રેરીયન્સની બે દિવસીય ઈન્ટરેક્ટિવ મીટનો ગઈકાલથી  પ્રારંભ થયો હતો. આઈ.સી.એ.આર.ના ડો.પી.એસ.પાંડે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી રહ્યાં હતા. તેમજ યુનિ.ના કુલપતિ ડો.પાઠકના અધ્યક્ષસને મળેલી આ ઈન્ટરેક્ટિવ મીટમાં લગભગ ૯૫ જેટલા અધિકારીઓ અને લાઈબ્રેરીયન ઉપસ્થિતિ રહ્યાં હતા. પુસ્તકના જ્ઞાનની સાથે ટેકનોલોજીનો સમન્વય કરી પુસ્તકોનો વધારેમાં વધારે ઉપયોગ અને સો પ્રચાર-પ્રસાર કઈ રીતે કરી શકાય તેના જ્ઞાન માટે છવ્વીસ રાજયોની એસએયુ/ડીયુ, સીયુ/સીએયુના ૯૫ જેટલા લાઈબ્રેરીયન્સ અને અધિકારીઓ આ મીટીંગમાં ઉપસ્થિતિ  રહ્યાં હતા.

7891આ અંગે વધુ વિગત અનુસાર જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો.પાઠકના અધ્યક્ષ સને બે દિવસીય લાઈબ્રેરીયનો માટે ઈન્ટરેક્ટિવ મીટનો પ્રારંભ ગઈકાલે કરાયો હતો. આ પ્રસંગે આઈ.સી.એ.આર.ના ડો.પી.એસ.પાંડે અતિિ વિશેષ તરીકે ઉપસ્તિ રહ્યાં હતા. આ મીટમાં દેશના જુદા જુદા ૨૬ રાજયોની એસએયુ/ડીયુ, સીયુ/સીએવીના લાઈબ્રેરીયન્સ આ મીટમાં હાજર રહેલ. આ કાર્યક્રમના પ્રમુખ અને જૂનાગઢ કૃષિ યુનિ. માનનીય કુલપતિ ડો.એ.આર.પાઠકે ખુલ્લુ મુકતા કહ્યું કે, લાઈબ્રેરીએ માણસનો આત્મા છે. ગાંધીજીએ કહેલ કે દરેકના ઘરમાં એક પુસ્તકાલય હોવું જોઈએ તો જ તેનો સર્વાગી વિકાસ થાય. પુસ્તકાલય એ એવું સન છે જયાં વિભીન્ન વિષયો સબંધીત વિષયોનો સંગ્રહ જોવા મળે છે અને વિર્દ્યાીઓ માટે તે સાચો મિત્ર છે. આ પુસ્તકાલયમાં વિર્દ્યાીઓ શિક્ષણ. સંશોધન અને વિસ્તરણ ઉપરાંત સાહિત્ય-ધાર્મિક, પુસ્તકો જેવા વિવિધ પુસ્તકો પણ રાખવામાં આવેલ છે. અલગ અલગ યુનિવર્સિટીના લાઈબ્રેરીયન્સ દ્વારા તેમની લાઈબ્રેરીની સફળતા તેમજ જરૂરીયાત બાબતે પ્રેઝન્ટેશન અને ચર્ચા કરવામાં આવશે.

7892 આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો.પી.એસ.પાંડે એડીજી (ઈપી એન્ડ એચએસ) આઈસીએઆરની નવીદિલ્હીએ પણ દેશની વિવિધ એસએયુ/ડીયુ, સી.યુ/સીએયુની લાઈબ્રેરીને અદ્યતન બનાવવા માટે તેમજ ભવિષ્યમાં ગ્રંથાલયને અદ્યતન બનાવવા માટે આઈસીએઆર દ્વારા તથા પ્રયત્નોની માહિતી આપેલ ગ્રંથાલયને અપાતા નાણા ગ્રંથાલયન અદ્યતન બનાવવા તેમજ ભવિષ્યમાં ગ્રંથાલયને અદ્યતન ટેકનોલોજી દ્વારા ઉપયોગકર્તાઓને ઓછા સમયમાં વધુ સારી રીતે સેવા ઉપલબ્ધ કરવા માટે દરેક હાલની હાથની પરિસ્થિતિ અને ભવિષ્યમાં જરૂરિયાત ધ્યાને રાખીને એ અંગેનું માર્ગદર્શન આપેલ હતું. હાજર રહેલ તેમણે પણ ઉપયોગી સુચનો કરેલ હતા. આ કાર્યક્રમમાં વિવિધ એગ્રીકલ્ચર લાઈબ્રેરીના ગ્રંપાલએ આધુનિક યુગ મુજબની લાઈબ્રેરીની સુવિધાઓ જેવી કે ક્ધસોટિયા ફોર ઈ-રીસોર્સીઝ ઈન એગ્રીકલ્ચર ઈ-ગ્રં તેમજ કૃષીકોરા દ્વારા એસએયુ/ડીયુ, સીયુ/સીએયુ આવેલ ગ્રંપાલને સુવિધાઓ થી  માહિતગાર કર્યા હતા. જૂનાગઢ કૃષિ યુનિ.ના સંશોધન નિયામક ડો.વી.પી.ચોવટીયાએ મહેમાનોનું શબ્દો થી સ્વાગત કરેલ તેમજ યુનિ. લાઈબ્રેરી જૂનાગઢ કૃષિ યુનિ.માં આપવામાં આવતી સુવિધાઓ વિશે માહિતી આપેલ. આ પ્રસંગને સફળ બનાવવા માટે પ્રો.પી.આઈ.દવે તેમજ ડો.પી.મોહનને જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.