Abtak Media Google News

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તા.૧૭મેથી ૧૦ દિ’ સુધી જેલોમાં કાનૂની કેમ્પઈન હાથ ધરાયું

રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, સુપ્રિમ કોર્ટ, ન્યુ દિલ્હી દ્વારા તા.૧૭-૫થી દસ દિવસ માટે રાષ્ટ્રની તમામ જેલોમાં રહેલી મહિલા કેદીઓ માટે કાયદાકીય જાગૃતી ગર્ભવતી મહિલાઓને તબીબી સારવાર બાળકોને મળતી સુવિધાઓ વિગેરે બાબતો અંગે એક કેમ્પેઈન હાથ ધરવા આદેશ કરવામાં આવેલી છે.

કેમ્પેઈન રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે તા.૧૭ થી દિન ૧૦ માટે ડિસ્ટ્રીક જજ ગીતા ગોપી અને જિલ્લા કાનૂની સેવા સતા મંડળ રાજકોટના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી જયાં તા.૧૭ને સવારના ૯.૩૦ કલાકે મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે જિલ્લા ન્યાયાધીશ ગીતાગોપીના હસ્તે દીપ પ્રાગટય કરી ખૂલ્લુ મૂકવામાં આવેલી આ ઘટનાના પ્રસંગમાં જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી આર.કે. મોઢ, પેનલ એડવોકેટ ચેતનાબેન કાછડીયા, મીતલબેન સોલંકી, બીનાબેન નીમાવત, બોલબાલા ટ્રસ્ટ તરફથી જયેશભાઈ ઉપાધ્યાય, અંજલીબેન તથા તેઓનાં સ્વયં સેવકો તેમજ પેરાલીગલ વોલેન્ટીયર જેવીનાબેન માણાવદરીયા તથા વર્ષાબેન ધામેશીયા તેમજ ઈન્ચાર્જ જેલ અધિક્ષક પલાત તેમજ જેલના અધિકારી કર્મચારી તથા તમામ મહિલા કેદી બહેનો હાજર રહેલા હતા.

Img 20180517 Wa0005સદર કાર્યક્રમમાં ઈન્ચાર્જ અધિક્ષક પલાત દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ તેમજ જિલ્લા કાનૂની સેવા સતા મંહળના ફુલ ટાઈમ સેક્રેટરી આર.કે. મોઢ દ્વારા તમામ મહિલા કેદી બહેનોએ લાભાથર્ક્ષ બહેનોને સદર કેમ્પેઈન બાબતે સમજ આપેલી હતી તેમજ જણાવેલ કે, જેમાં પ્રથમ બે દિવસ પેનલ એડવોકેટસ દ્વારા તમામ મહિલા કેદીઓને કાનૂની જાણકારી આપવમાં આવશે તેમજ આ પેનલ એડવોકેટસ દ્વારા પ્રત્યેક મહિલા કેદીને મળી તેઓ વિશે માહિતી લઈ તેઓને જરૂરી કાનૂની સહાય તથા સલાહ પુરી પાડવામાં આવશે ત્યારબાદ બે દિવસ માટે સિવિલ હોસ્પિટલમાંથી ફ્રીઝીશીયન, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશીયન, સાયકોલોજીસ્ટ તથા સાઈકીયાટ્રીસ્ટ ડોકટર્સ દ્વારા સેવા આપવામાં આવશે તથા તેઓ પ્રત્યેક મહિલા કેદીના સ્વાસ્થની ચકાસણી કરી જરૂરી સારવાર પુરી પાડશે. ત્યારબાદ દીન બે માટે સરકારના આઈસીડીએસ વિભાગના અધિકારીઓ હાજર રહી મહિલા કેદીઓને તથા તેઓના બાળકો માટે જરૂરી શિક્ષણ માટેની વ્યવસ્થા તથા જરૂરી સુવિધા અંગેની ચકાસણી કરી આગળની કાર્યવાહી હાથ ધરશે તેમજ ત્યારબાદ બે દિવસ માટે બોલબાલા ટ્રસ્ટ દ્વારા મહિલા કેદીઓને માનસીક સ્વસ્થતા જાળવવા માટેની શિબિરનું આયોજન કરવામાં આવશે તથા મહિલાઓને પગભર થઈ શકે તે માટે જરૂરી વ્યવસાયીક તાલીમના કોર્સ કરાવામાં આવશે.જેથી તમામ કેદી બહેનોને સદર અભિયાનનો લાભ લેવા જણાવેલું

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.