Abtak Media Google News

મ્યુઝિક વિડિયો “જૂદાઈ સાથેનાં અભિનેત્રી આઈરા દ્વિવેદીનો અનુભવ….!

અથાગ મહેનત કરનારને સફળ વ્યકિત બનવાથી કોઈ નથી રોકી શકતુ એક હેર સ્ટાઈલીસ જેણે તેની ગાયકી ની કલાને પારખી એક લોકપ્રિય ગાયક બની ઉદારણ પૂરૂ પાડયું છે. એવા જ સિંગર એટલે મોઈન સાબરી જેણે તાજેતરમાં નવોદિત અદાકારા આઈરા દ્વિવેદી અને પ્રસિધ્ધ અદાકાર ગુંજન ઉટરેજાની જોડીને લઈને “જૂદાઈ મ્યુઝીક વિડિયો બનાવ્યો છે. આ બાબતે અભિનેત્રી આઈરા દ્વિવેદી મ્યુઝીક વિડિયો સાથે જોડાયેલાં પોતના અનુભવો જણાવતા કહે છે કે એકટર બનવું એ મારૂ હંમેશાનું સ્વપ્ન રહ્યું છે. જેને પૂરૂ કરવા મેં અથાગ મહેનત પણ કરી છે. અને અહી મારી મહેનત સફળ રહી છે. મારૂ પ્રથમ ગીત ચિત્રાંકન એક ફિલ્મ જેવું જ થયું છે. જે મારા સપનાથી કંઈ ઓછું નથી.
‘એક કલાકાર તરીકે કિર્ગિઝસ્તાન જેવા લોકેશનમાં સુટ કરવું એ એક પડકાર સમાન હતું.

હું એક ખુબજ રમુજ મિજાજી, વાતુડી, હસમુખી પ્રકૃતિની છું પરંતુ આ ગીતમાં મારૂ કિરદાર મારા વ્યકિતત્વથી તદન વિરૂધ્ધ છે. છતાં મારા કિરદારે મને ખુબજ ભાવુક બનાવી હતી.

કિર્ગિસ્તાન કે જયાં -૨૦ ડિગ્રી તાપમાન રહે છે. ત્યાં શુટીંગ કરવું એ એક ચેલેન્જ છે. છતા પણ અહિં અમે સારૂ કામ આપી શકયા એ એક વાત છે. કિર્ગિસ્તાનમાં પહેલી વાર કોઈ શુર્ટીંગ થયું છે. અને મને ખુશી છે કે એ અમારો મ્યુઝીક વિડિયો છે જેને પહેલી વાર આ લોકેશન સીલેકટ કર્યું છે. તદ્ઉપરાંત આ ગીત એકશન અને ઈમોશનથી ભરપૂર એવું કોઈ ફિલ્મ જેવું જ દર્શાય છે.

મ્યુઝિક વિડિયોમાં એકટર ગુંજન ઉટરેજા સાથે કામ કરી કેવો અનુભવ રહ્યો તે જણાવતા આઈરા કહે છે કે તેની સાથે કામ કરવાની ખુબજ મજા આવી અને પહેલી વાર સાથે કામ કર્યું છે. ગીતની વાતો પ્રમાણે અમારે ભાવુકતા બહાર કાઢવાની હતી જેના માટે અમે બન્ને ખુબજ મહેનત કરી છે. ગુંજન માત્ર મહેનત જ નહિ પરંતુ સમર્પિત અને હેલ્પફૂલ સહકલાકાર છે.

ચેલેજીંગ પરિસ્થિતિમાં તેની સાથે સાત દિવસ કામ કર્યા બાદ હું એટલું તો કહી જ શકીશ કે આપણી પાસે એક ખુબ સારો કલાકાર અને આ વિડિયો દ્વારા તે સાબિત થશે. અમારી જોડીને લોકોએ ખુબજ વખાણવાની સાથે સાથે પસંદ પણ કરી છે. અને ભવિષ્યમાં પણ ગુંજન સાથે કામ કરવું ગમશે.

આઈરા દ્વિવેદીએ પોતાની નિષ્ફળતાને પ્રસિધ્ધીની ચાવી બનાવી…!

Whatsapp Image 2020 05 19 At 10.07.58 Am
આઈરાએ પોતની નિષ્ફળતાને પ્રસિધ્ધીની ચાવી બનાવી છે. જેના માટે તે કહે છે કે ‘આજે મારા માટે ખુબ મહત્વનો દિવસ છે. આજે મારા પર ખુબ પ્રેમ અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ મને આજે એ દિવસો પણ યાદ છે જયારે હું ઓડિશનમાંથી રીજેકટ થઈ હતી. સાથે સાથે એ વાતની ખુશી પણ છે કે હું એ નિષ્ફળતા થી કયારે પણ નિરાશ નથઈ થઈ અને મારા સપનાને જીવવા મહેનત કરતી રહી છું.

આઈરા પોતાની સ્ટ્રગલ લાઈફ વિશે કંઈ આવું કહે છે. ‘આ વિડિયોએ મારી સફળતાનું પ્રથમ ચરણ છે. અને હું આ અનુભવો દ્વારા હું જે કંઈ શીખી છું એ મને મારી સફળતાનાં રસ્તે આગળ લઈ જાય છે. તમારી ગઈકાલ કરતાં તમારી આવતી કાલ વધુ મહેનત માંગે છે..!’

ડીરેકટર ને એક એવી છોકરીની તલાશ હતી જે ગીતમાં રહેલી ભાવુકતાને ન્યાય આવી શકે અને તે તલાશ સીંગર મોઈનનાં સલુનમાં અચાનક જ પૂરી થઈ જેના મોટ આઈરા અચાનક ત્યાં પહોંચી અને મોઈન સાથેની તેની ઓળખાણથી મોઈનએ રોલ માટે ટેસ્ટ આપવાની સલાહ આપી.એવું કહેવાય છે ને કે તમારા જીવનની મહત્વની ઘટનાં કોઈપણ અનિચ્છનીય સ્થળ પર ઘટી શકે છે. આ ઘટના બાદ હવે આઈરા પણ આ વાતને માનવા લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.