આનંદી એજયુ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અસહાય, નિરાધાર લોકો માટે રાશનકિટ બનાવી

53

શહેરમાં જરૂરિયાતમંદ લોકોને ટિફીન સેવા પણ પહોંચાડવામાં મદદરૂપ થઇ સંસ્થા

કોરોના વાઇરસની મહામારીથી બચવા માટે હાલ પુરા દેશમાં ૨૧ દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવેલુ છે, ત્યારે ગરીબ અને મજુરવર્ગ સામે ભોજનનું સંકટ ઉભું થઇ ગયુ છે. આ લોકોએ છે જે રોજ મહેનત કરીને સાંજે પોતાના પરિવારનું પેટ ભરે છે. રાજકોટની જુદી જુદી સેવાકિય સંસ્થાઓ પોતાનું યોગદાન આપી રહી છે. આ કપરી પરિસ્થિતિમાં આનંદી એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ. લક્ષ્મીનગર, રાજકોટ-૪ પણ કોઇપણ નાત જોયા વગર પોતાનું અભિયાન ચલાવી રહી છે.

જેમાં ગરીબો, મજુરવર્ગ તથા નિરાધાર લોકોને નિયમીત કઢી ખિચડી પહોચાડવામાં આવે છે. જરૂરીયાતમંદ લોકોને ટિફિન પણ પહોચાડવામાં આવે છે. તથા અસહાય, નિરાધાર તથા મજુરવર્ગને જીવન જરૂરી ચિજોની રાશન કીટ બનાવીને લોકોની વહારે આવ્યુ છે.

આ મહાકાર્યને પુરા કરવા માટે ટ્રસ્ટના રમેશભાઇ ચાવડીયા, ધનસુખભાઇ કાસમપરા, હિરેન રાઠોડ, જીજ્ઞેશભાઇ મોરી, મહેશભાઇ વરમોરા, દિલીપભાઇ ચાવડીયા, ઉમેશભાઇ જાડેજા, પ્રકાશભાઇ જોટાણીયા, સંજયભાઇ પરમાર મનોજ પાડલીયા, શૈલેષભાઇ રાઠોડ, રમેશભાઇ આહિર, સભ્યો પોતાનુ યથા યોગદાન આપે છે.

રમેશ ચાવડીયાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે આજની આપતની સમયમાં લક્ષ્મીનગર સેવાને તત્પર કરતી આનંદ એજયુકેશન ટ્રસ્ટના માધ્યમથી લક્ષ્મીનગર વિસ્તાર તેમજ વેસ્ટ ઝોનમાં આવતા ૧૫૦ ફૂટ રોડના વિસ્તારમાં રોજ-રોજનું લઇને ખાતા હોય તેવા પરિવાર માટેનું આનંદ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના ૨૦૦૦ ટિફીન ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી આ સેવા કાર્ય કરે છે. જે કોઇ વ્યકિતને ટીફીનની જરૂરીયતને આ સંસ્થા ટીફીન રોજ રોજ પહોંચાડે છે. તેમજ લક્ષ્મીનગરમાં મધ્યમવર્ગની બાકી કે જે માગી નથી શકતા એવા લોકોને ધ્યાનમાં રાખી ૪૦૦ પરિવારને ૧૦ દિવસ તેટલું શશત તૈયાર કરી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ પરિસ્થિત જયાં સુધી ન સુધરે ત્યાં સુધી આ સંસ્થા દ્વારા સેવા કરવામાં આવશે. ટ્રસ્ટના ૧૦૦ જેટલા લોકો આ સેવામાં જોડાયા છે.

Loading...