Abtak Media Google News

કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર નીતિનભાઈ રામાણી ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

ભાજપમાં જોડાયો એટલે સ્થાનિકોનાં વધુ કામો કરી શકીશ. કારણ કે કોંગ્રેસ પાર્ટી કાર્યકર્તાથી નહી એક વ્યકિતથી ચાલતી પાર્ટી છે. જયારે ભાજપ લોકસેવાને વરેલો પક્ષ છે. તેમ ભાજપમાં જોડાયેલા કોંગી કોર્પોરેટર નીતિનભાઈ રામાણીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું હતુ.

કોંગ્રેસના કોર્પોરેટર નીતિન રામાણી એ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યાબાદ કોર્પોરેટરપદેથી પણ રાજીનામું આપેલ હતુ. ત્યારે નીતિન રામાણી તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા તેને કેસરીયો ખેસ પહેરાવી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ આવકાર્યા હતા.

આ તકે કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઈ બોરીચા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કોર્પોરેટર જયાબેન ડાંગર, હરીભાઈ ડાંગર, પ્રફુલભાઈ કાથરોટીયા, દિવ્યરાજસિંહ ગોહિલ, હસુભાઈ ચોવટીયા, પ્રદિપ ડવ, સુરેન્દ્રસિહ વાળા, અશ્વીન પાંભર, બાલાભાઈ બોળીયા, ભાવસિંહ રાઠોડ સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે નીતિન રામાણીએ જણાવ્યું હતુ કે દેશમાં વર્ષો જુની કોંગ્રેસ હવે દિવસને દિવસે નેસ્તનાબુદ થતી જાય છે. ત્યારે નિષ્ઠાવાન કાર્યકર્તાઓને હાસિયામાં ધકેલી દેવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. અને કોંગ્રેસ પાર્ટી કાર્યકર્તાની નહી પરંતુ એક વ્યકિતથી ચાલતી પાર્ટી છે.

જેને કારણે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયરો, પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો અને સંગઠનના અગ્નિ હરોળના કાર્યકર્તાઓ કોંગ્રેસના એક પણ કાર્યક્રમમાં આવતા ન હોવાનું જણાય આવે છે. અને આવા સંનિષ્ઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓને કોંગ્રેસ હંમેશા સાઈડલાઈન કરતી આવી છે.

જેને કારણે કોંગ્રેસના ચૂંટાયેલા નગરસેવકો દ્વારા પોતાના વોર્ડના પ્રાણ પ્રશ્નોને વાચા આપી શકતા નથી ત્યારે કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા બાદ પણ લોક પ્રશ્ને હંમેશા જાગૃત રહેવાનું નિતીન રામાણીએ જણાવ્યું હતુ.

આ તકે નિતીન રામાણી સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ દોંગા, પર્વ લઘુમતી મોરચા પ્રમુખ સતારભાઈ, અર્જુનભાઈ બાલાસરા,  અમીતભાઈ ડોબરીયા, હસુભાઈ રોલા, શૈલેષભાઈ પટેલ મુકેશભાઈ સોજીત્રા, સુરેશભાઈ ચીખલીયા, સંજયભાઈ વસોયા, બાબુભાઈ રસાલાવાળા, મુકેશભાઈ વીરડીયા, નયનભાઈ ભટ્ટી, હરેશભાઈ ચાવડા, વનરાજભાઈ ચાવડા, વિક્રમભાઈ રાઠોડ, મુકુંદભાઈ ભટ્ટી, દિલીપભાઈ વાગડીયા, વલ્લભભાઈ ગીરધરભાઈ બુટાણી, યોગેશભાઈ ભટ્ટી, મેહુલસિંહ રાઠોડ, યોગેશભાઈ સોની, સુધાબેન ચીખલીયા, નેહાબેન ડોબરીયા, રમાબેન વીરડીયા, ભાવુબેન બોરીચા, રમાબેન બાવાજી, શારદાબેન પીપળીયા વગેરે કાર્યકર્તાઓએ ભાજપમાં પ્રવેશ કરી કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. અને ઉપસ્થિત ભાજપ અગ્રણીઓએ તેને આવકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.