Abtak Media Google News

પોલીસે ઓરિસા જઈ આરોપીને પકડી સગીરાને તેના વાલીપણામાંથી મુક્ત કરાવી

મોરબીના જોધપર નદી ગામની સગીરાનું સુરેન્દ્રનગરનો શખ્સ અપહરણ કરી ગયો હતો. ત્યારે અપહરણ કરનાર આરોપીને મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે ઓરિસા ખાતેથી ઝડપી લઈ સગીરાને તેના વાલીપણામાંથી મુક્ત કરાવવામાં આવી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ સુરેન્દ્રનગરનો શખ્સ રાહુલ ઉર્ફે કાળુભાઇ કોળી બારૈયા ઉ.વ.૨૩ મોરબીના જોધપર નદી ગામની સગીરાનું લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો. આ અંગેની પોલિસ ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાતા તાલુકા પોલિસ દ્વારા આ શખ્સને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
બાદમાં આ શખ્સ ઓરિસા હોવાનું માલુમ પડતા પોલીસ દ્વારા ત્યાં જઈને આ શખ્સને પકડી પાડી મોરબી લઈ આવવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે ભોગ બનેલ સગીરાને તેના વાલીપણામાંથી મુક્ત કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.