ઝારખંડના રાજયપાલ દ્રૌપદી મુર્મુએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

105

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભુમિ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઝારખંડના રાજયપાલ દ્રૌપદી મુર્મુ પધાર્યા હતા. તેઓએ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના ભાવપૂર્વક દર્શન કરી ઠાકોરજીની પાદૂકા પુજન પણ કર્યું હતું. ત્યારબાદ શારદામઠની પણ તેમણે મુલાકાત લીધી હતી અને આદિ શંકરાચાર્યજીના દર્શન કર્યા હતા. જગતમંદિર પરિસરમાં તેમનું સ્વાગત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તથા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ ડો.નરેન્દ્રકુમાર મીનાએ કર્યું હતું. જગતમંદિરના પુજારી મહેશ્વરભાઈએ મહામહિમને જગતમંદિરનું મહાત્મય સમજાવ્યું હતું.

Loading...