કોરોના સામેના જંગમાં ઝાલાવાડની સખાવત સ્વૈચ્છિક અનુદાનનો વહાવ્યો ધોધ

64

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રેષ્ઠીઓ, ધાર્મિક, સામાજિક સંસ્થાઓ અને સરકારી કર્મચારીઓનું ૧ કરોડથી વધુનું અનુદાન મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા

કોરોના વાયરસથી ગુજરાત સહિત ભારત દેશ મુકત બને તે માટે રાજય અને કેન્દ્ર સરકારને અનેક લોકો, સંસ્થાઓ યથાશકિત આર્થિક રીતે સહયોગી બની રહયા છે. તેવા સમયે દાતારીના મલક એવા ઝાલાવાડના શ્રેષ્ઠીજનો, સામાજિક  સ્વૈચ્છિક – ધાર્મિક સંસ્થાઓ કેમ પાછળ રહે ?

કોરોના રૂપી આફતમાંથી ગુજરાતના નાગરિકોને બહાર લાવવા રાજ્ય સરકારના કાર્યોમાં સહભાગી બનવા શ્રેષ્ઠીજનો અને સંસ્થાઓની સાથે સરકારના કર્મયોગીઓ પણ જોડાઈને યથાશકિત આર્થિક યોગદાન આપ્યું છે.

જેના પરિણામે અત્યાર સુધીમાં ઝાલાવાડમાંથી રૂપિયા ૧ કરોડથી વધુનું અનુદાન મુખ્યમંત્રીના રાહત ફંડમાં જમા થયું છે.  આ અનુદાનની વિગત જોઈએ તો સુરસાગર ડેરી દ્વારા રૂપિયા ૫૧ લાખ, ચોટીલા ચામુંડા મંદિર દ્વારા રૂપિયા ૨૫ લાખ, મૂળી સ્વામિનારાયણ મંદિર દ્વારા રૂપિયા ૧૧ લાખ,  વચ્છરાજદાદા ગૌ સેવા ટ્રસ્ટ, વચ્છરાજ બેટ દ્વારા રૂપિયા ૩.૫૧ લાખ, ઓમેક્ષ કોટસ્પીન પ્રા. લિ. – ધ્રાંગધ્રા દ્વારા રૂપિયા ૨.૫૧ લાખ, થાનગઢ ચેમ્બર ઓફ કોમર્સ  અને  શકિત તિર્થધામ ચેરીટેબલ ટ્રસ્ટ ગૌશાળા સુરેલ દ્વારા રૂપિયા ૧,૧૧,૧૧૧,  સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટામંદિર, લીંબડી દ્વારા રૂપિયા ૧.૧૧ લાખ, મહંત કબીર આશ્રમ, લીંબડી દ્વારા રૂપિયા ૧ લાખ, સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંક દ્વારા રૂપિયા ૭૧ હજાર, અંબુજા સીરામીક દ્વારા રૂપિયા ૫૧,૧૧૧,

ભરતગીરી મહાદેવગીરી ગોસ્વામી અને મહેતા પાનાચંદ ઠાકરસી વિદ્યાર્થી ભુવન દ્વારા રૂપિયા ૫૧ હજાર, એકલવ્ય વિદ્યાલય, ચુડા દ્વારા રૂપિયા ૩૩ હજાર,  જયસુખલાલ પારેખ દ્વારા રૂપિયા ૩૨,૯૨૧,  જીલુભાઈ ધાધલ દ્વારા રૂપિયા ૨૭,૨૫૦, સવારામ બાપા મિત્રમંડળ, પીપળીધામ દ્વારા રૂપિયા ૨૫ હજાર,  બાલમશા દાદા સેવા ટ્રસ્ટ, નાના અંકેવાળીયા દ્વારા રૂપિયા ૨૧ હજાર, જય ભવાની મીનરલ્સ અને વઢવાણ પ્રાથમિક શાળા-૧૫ ના મદદનીશ શિક્ષક નિલેશકુમાર સોલંકી દ્વારા રૂપિયા ૧૧ હજાર અને ખોડુ કુમાર પે સેન્ટર  શાળાના મદદનીશ શિક્ષક ઘનશ્યામસિંહ પરમાર દ્વારા આપવામાં આવેલ રૂપિયા ૫ હજારનુ અનુદાન મળી ઝાલાવાડમાં અત્યાર સુધીમાં રૂપિયા ૧ કરોડથી વધુનું અનુદાન આપ્યું છે.

Loading...