Abtak Media Google News

જેટ એરવેઝનાં સંઘે નરેશ ગોયલનો પાસપોર્ટ જપ્ત કરવાની કરી હતી માંગ

જેટ એરવેઝનાં સંસ્થાપક નરેશ ગોયલ શનિવારે દુબઈ જતાં તેઓને એન્ફોર્સમેન્ટ ડાયરેકટર દ્વારા રોકવામાં આવ્યા હતા. કહેવાય છે કે, હાલ નુકસાન કરતી મોટી કંપનીઓ પબ્લીકનાં એટલે કે પ્રજાનાં રૂપિયા એકઠા કરી ઉડાવી દેતાં હોય છે અને દેશ બહાર પણ ચાલ્યા જાય છે. પરંતુ હવે સ્થિતિમાં ફેરબદલ થતાં સરકાર મુખ સાક્ષી બનવા તૈયાર નથી. પહેલાનાં સમયમાં આ પ્રકારનાં ઉધોગપતિઓને સરકાર છાવરતી હતી અને તેઓને દેશપાર મોકલવા માટે પણ મદદરૂપ થતી હતી પરંતુ હવે નરેન્દ્ર મોદી સરકારમાં આ પ્રકારનાં એકપણ વ્યકિતીઓને દેશબહાર મોકલવામાં નહીં ઉપરાંત આ તમામ ઉપર કાયદાકિય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવો પ્રજાને પણ વિશ્ર્વાસ બેઠો છે.

નરેશ ગોયલ શનિવારનાં રોજ તેમનાં પત્નિ સાથે મુંબઈ એરપોર્ટથી જયારે દુબઈ જવા ફલાઈટમાં બેઠા હતા ત્યારે ટેક ઓફ માટે ફલાઈટને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું તે દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફલાઈટમાં ઈમીગ્રેશન સંબંધિત કોઈ પ્રકારની મુશ્કેલી ઉભી થઈ છે જેનાં કારણે ફલાઈટ રોકવામાં આવી છે ત્યારબાદ ફલાઈટમાંથી બે લોકોને ઉતારવામાં પણ આવ્યા હતા જે નરેશ ગોયલ અને તેની પત્નિ અનિતા ગોયલ હતા.

ઈમરજન્સી ફન્ડીંગ નહીં મળવાનાં કારણે ૧૭ એપ્રિલથી જેટ એરવેઝનું સંચાલન બંધ છે. જેટનાં લેણદાર ૮૪૦૦ કરોડ રૂપિયાની લોનની રીકવરી માટે એર લાઈન્સનો હિસ્સો વહેંચી રહ્યા છે ત્યારે એસબીઆઈની મર્ચન્ટ બેકિંગ શાખા એસબીઆઈ કેપસબોલી પ્રક્રિયાનું સંચાલન કરી રહી છે. કયાંકને કયાંક જેટ એરવેઝને જયારે રૂપિયાની શકતરૂપે જરૂર હતી ત્યારે તેમને મળેલું ભંડોળ ઉપયોગમાં લેવાનાં બદલે નરેશ ગોયલ તેને ઉડાવી જવાનો હિન પ્રયાસ હાથ ધરવાનું વિચાર્યું હતું જે કરતા તેઓને એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ દ્વારા રોકવામાં આવ્યા હતા.

ગત માસમાં જેટ એરવેઝનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં સંઘનાં અધ્યક્ષ મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખી પાસપોર્ટ જપ્ત કરવા માટે પણ કહ્યું હતું પરંતુ નરેશ ગોયલ અને તેમનાં પત્ની માર્ચમાં જેટનાં બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. જેટનું સંચાલન બંધ થવાથી ૨૩૦૦૦ કર્મચારીઓ માટે રોજગારનું સંકટ સર્જાયું છે. સાથોસાથ પાયલોટ અને એન્જીનીયરોને પણ ૩ માસનો પગાર મળ્યો નથી અને ગત માસે એરલાઈન્સનાં મોટાભાગનાં બોર્ડ મેમ્બરો દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું છે.

સરકારી અધિકારીઓનાં જણાવ્યા અનુસાર હાલ જેટનાં કિસ્સામાં બેંકનો કોઈ જ રોલ રહેતો નથી. કારણકે જાન્યુઆરી માસ સુધી જેટ એરવેઝ તેનાં લોનનાં હપ્તા નિયમિત અંતરાળે ભરતું હતું પરંતુ આર્થિક કટોકટીનાં કારણે એરલાઈન્સ ડિફોલ્ટર લીસ્ટમાં આવી ગઈ હતી ત્યારબાદ બેંકોને પણ તાકીદ કરવામાં આવી હતી કે નવા રોકાણકારોને શોધવામાં આવે કે જે જેટ એરવેઝનું સંચાલન કરી શકે.

મુંબઈનાં પોલીસ કર્મીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઈમીગ્રેશન વિભાગને સ્પષ્ટપણે સુચના આપવામાં આવી હતી કે, જેટ એરવેઝનાં નરેશ ગોયલ અને તેમનાં પત્નિને દેશ બહાર જવા દેવામાં ન આવે પરંતુ નામમાં ફેર બદલ થતાં હોવાનાં કારણે તેઓને ઈમીગ્રેશનમાંથી માન્યતા પ્રાપ્ત થઈ હતી ત્યારે સરકારનાં સિનિયર અધિકારીએ નરેશ ગોયલને આડકતરી રીતે જણાવ્યું હતું કે, તપાસ જયાં સુધી ચાલુ છે ત્યાં સુધી તેઓને કોઈ જ ઉતાવળ ન હોવી જોઈએ દેશ બહાર જવાની. હાલ જેટ એરવેઝનું દેણુ ૨૦,૦૦૦ કરોડને પાર પહોંચી ગયું છે ત્યારે જોવાનું એ રહ્યું કે, જેટ ફરી બેઠું થશે કે કેમ ? પરંતુ નરેશ ગોયલ કે જે પ્રજાનાં રૂપિયા એકઠા કરી ઉઠાવી જવાનો હિન પ્રયાસ કર્યો હતો તે જોતાં સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.