Abtak Media Google News

જાન્યુઆરી સયાજી એકસપ્રેસ ટ્રેનમાં ગોળી ધરબી હત્યા નિપજાવી તી:  પૂર્વ ધારસભ્ય છબીલ પટેલ સહીત સામે ગુનો નોંધાયો તો

રાજયભરમાં ચકચાર મચાવનાર ભાજપના અગ્રણી જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં રાજય સરકારે સ્પે. પી.પી. તરીકે રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ અને યુવા એડવોકેટ તુષાર ગોકાણીની નિમણુંક કરતા કાનુની જંગ જામશે.

વધુમાં કચ્છ ભાજપના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના ગત જાન્યુઆરી માસ સામખીયાળી નજીક સયાજીરાજ એકસપ્રેસ ટ્રેનમાં ગોળી ધરબી કરપીણ હત્યાના બનાવમાં રાજય સરકાર દ્વારા સ્પ્રે. પી.પી. તરીકે રાજકોટના અભય ભારદ્વાજ અને તુષાર ગોકાણીની વરણી કરવામાં આવી છે.

જયંતિ ભાનુશાળી અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ વચ્ચે ચાલતી રાજકીય અદાવતઅને બન્નેના રાજકીય અસ્તિવને ખતમ કરવા એકબીજા ચારિત્ર્ય અંગે સેકસ કાંડને ખુલ્લી પાડવા ઘટના કારણે મહારાષ્ટ્રના પ્રોફેશન કોલરને સોપારી જેન્ની ભાનુશાળી ની હત્યા કરાયાનો પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, જેન્તી ઠકકર, મનીષા ગૌસ્વામી અને સુરજીતભાઉ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.

સમગ્ર રાજયમાં ખળભળાટ મચારતા ચકચારી હત્યા કેસમાં સ્પ્રે. ઇન્વેસ્ટીંગેશન ટીમની રચના કરી હત્યાના મુળ સુધી પહોંચી ભાડુતી મારા સહીતની શખ્સની ધરપકડ કરી હતી.

સીનીયર એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ લો કમિશન ઇન્ડીયાના સદસ્ય રહી ચુકયા છે શશીકાંત માળી ત્રિપલ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજાના કેસમાં ફરીયાદી વતી કેસ લડયા હતા. તેમજ ધના બારડ અને પ્રદીપ શર્માના કેસમાં સ્પ્રે. પી.પી. સહીત અને ચકચારી કેસમાં સરકાર તરફે ચુકાદા અપાવ્યા જયારે યુવા એડવોકેટ તુષાર ગોકાણીએ તાજેતરમાં જામનગર કસ્ટડોયીન ડેથમાં પૂર્વ આઇ.પી.એસ. સંજીવ ભટ્ટ સહીત પોલીસ અધિકારીઓને સજા કરાવી સરકાર તરફે ચુકાદા અપાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.