Abtak Media Google News

કાર્યક્રમો ન થતા હોવાને કારણે તબલા વાદક, મંજીરા વાદક સહિતના સાથીઓનું આર્થિક સંકટ દૂર કરવા કલાકારોને અપીલ

લોકડાઉનની સ્થિતિમાં ઘણા જરૂરિયાતમંદ લોકો ઉપર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે હળવદના ભજનિક જયમંત દવેએ અનોખી પહેલ કરી છે. તેઓએ કલાકારો સાથે કાયમી સંગત આપતા એવા તબલાવાદક, મંજીરાવાદક,હારમોનિયમ વાદક, શરણાઈ વાદક  સહિતના સાથી કલાકારોને રૂ. ૫૧ હજાર આપવાની અનોખી પહેલ કરી અન્ય કલાકારોએ પણ  સાજિંદા સાથીઓની આર્થિક મદદ કરવાની અપીલ કરી છે.

Advertisement

લોકડાઉનના કારણે જીવન જરૂરિયાત સિવાયની ચીજવસ્તુઓના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. જેને કારણે ઘણા મધ્યમ વર્ગ તેમજ ગરીબ લોકો ઉપર આર્થિક સંકટ છવાયું છે.આવા કપરા સમયમાં હળવદ તાલુકાના ઘનશ્યામપુરના રહેવાશી અને ગુજરાત ના જાણીતા લોક ગાયક અને ભજનિક જયમંત દવેએ અનોખી પહેલ કરી છે. તેઓએ પોતાની સાથે તેમજ અન્ય કલાકારો સાથે કાર્યક્રમમાં તબલા અને મંજીરા તેમજ અન્ય વાજિંત્રો વગાડતા સાજિંદા સાથીઓને રૂ. ૫૧ હજાર આપવાનું જાહેર કર્યું છે લોકડાઉનના પગલે કોઈ કાર્યક્રમો યોજાનાર ન હોય તેમજ  કાર્યક્રમો દરમિયાન પણ સાથીઓને ૧૦૦૦થી ૨૦૦૦ જેવું સામાન્ય વેતન  મળતું હોવાથી તેઓ  ના પરિવારનું  તેના પર જ ગુજરાત ચાલતું હોય છે  પરંતુ હાલ  કોરોના વાયરસને પગલે અને ત્યારબાદ  ચોમાસું છે  એટલે છ મહિના તો  કાર્યક્રમો બંધ રહેશે તેવી આશંકા સાથે તેઓ ઉપર આર્થિક સંકટ આવે તે પૂર્વે જ ભજનિક જયમંત દવેએ મદદનો હાથ લંબાવીને અન્ય કલાકારોને પણ સાજિંદા સાથીઓની મદદ કરવાની અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.