Abtak Media Google News

મહતમ સ્પીડ પ૦ થી ૬૦ કી.મી.ની: ઇલેકટ્રીકસીટીના બે યુનિટથી આ બાઇક ૪પ કિ.મી. ચાલે છે જેનો ખર્ચ માત્ર ૧ર રૂપિયા

જસદણના જિલેશ્વર પાર્ક પાસે રહેણાંક ધરાવતા અને આઇ.ટી. આઇ.માં અભ્યાસ કરતાં ભાવિન મનસુખભાઇ કવૈયાએ લોકડાઉનમાં સમયનો સદઉપયોગ કરી સામાન્ય લોકોને કિંમતમાં પરવડે એવું પ્રદુષણ રહિત ઇ બાઇક બનાવી જસદણની કળા કારીગરીની યશકલગીમાં એક વધુ પીછું ઉમેર્યુ હતું. લોકડાઉનમાં ઘણા વિઘાર્થીઓએ પોતાનો સમય જુદી જુદી રીતે વેડફયો છે ત્યારે જસદણના ભાવિનએ સખત મહેનત કરી ઇલેકિટ્રક બેટરી દ્વારા સંચાલિત એવું ઇ બાઇક બનાવ્યું કે ભવિષ્યમાં લોકોને આ બાઇક સસ્તું અને પ્રદુષણ રહિત મળે આ અંગે ભાવિનએ જણાવ્યું કે આ બાઇક અંગે નવેમ્બરથી તૈયારી કરી રહ્યો હતો. તેના પરિણામ સ્વરૂપ રૂપે આ બાઇક તૈયાર કરવામાં આવ્યું છે. બાઇકની સ્પીડ મહતમ પચાસ થી સાઇઠ કિલોમીટરની છે. ઇલેકિટ્રકસીટી ના બે યુનિટથી આ બાઇક ૪૫ કિલોમીટર ચાલે છે. જેનો અંદાજી ખર્ચ બાર રૂપિયા  આવે છે ખાસ કરીને આજના યુવા હૈયાઓને આકર્ષિત કરે એવું મોડેલ છે હાલ તો આ બાઇક રૂપિયા ચાલીસ હજારની કિંમતનું બન્યું છે. વધુમાં ભાવિનએ જણાવ્યું કે આ બાઇક હાલ સેલ્ફ ચાર્જ થતું નથી પણ આ કામગીરી ચાલુ છે જસદણના વિઘાર્થી ભાવિનએ આ નવતર બાઇક બનાવતાં ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.