Abtak Media Google News

જસદણ નગરપાલીકાના પ્રમુખ દીપુભાઈ ગીડા સામે ભાજપના૨૦ સભ્યોએ સોમવારે અવિશ્ર્વાસની દરખાસ્ત મૂકતા આ દિવસને વોર્ડ નં.૨ ના કોંગ્રેસી સદસ્યા અને ધારાશાસ્ત્રી જલ્પાબેન દુર્ગેશભાઈ કુબાવતએ જસદણનાક ઈતિહાસનો કાળો દિવસ બતાવી પ્રજાને આંબા આંમલી અને હથેળીમાં ચાંદ દેખાડનારા ભાજપને ઓળખી લેવા જસદણ વાસીઓને અપીલ કરી છે.

જલ્પાબેનએ જણાવ્યું હતુકે ગત સુધરાઈની ચૂંટણીમાં કુલમળી ૨૮ સભ્યોમાંથી પ્રજાએ ભાજપના ૨૩ સભ્યોને ચૂંટી કાઢી બહુમતી આપી પરંતુ માત્ર ને માત્ર રાજકારણમાં રહી નાણા બનાવતા અને એશો આરામથી ટેવાયલે ભાજપના ડીઝાઈનરોએ ગત શાસનમાં ભારે ભ્રષ્ટાચાર કરેલ જે પૈકી કામોને ગત સામાન્ય સભા ઠરાવ મંજૂર કરેલ તે ઠરાવને વર્તમાન પ્રમુખ દીપુભાઈ ગીડાએ સામાન્ય સભામાં આવા કામોને બહાલી ન આપતા ડીંડકીયા કહેવાતા નેતાઓનાં પેટમાં ધગધગતું તેલ રેડાતા સભ્યોને કાન ભંભેરણી કરી અવિશ્ર્વાસની દરખાસ્ત લાવતાં આ દિવસને જસદણનાં શહેરીજનોએ કાળોદિવસ તરીકે મનાવવો જોઈએ દરખાસ્ત અંગે પ્રમુખ દીપુભાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે હું ભાજપના આદેશને માનનારો સૈનિક છું મારે તો લોકોનીસેવા કરવી છે મને સભ્યોએ જ દોઢ મહિના પહેલા સત્તા સૌપી હતી સત્તા રહે કે જાય મને કોઈ ફર્ક પડતો નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.