Abtak Media Google News

મત વિસ્તારમાં વિકાસ કામો માટેની રજૂઆત સંભળાતી નથી

જસદણ નગરપાલીકા ની ચુંટણી ચારેક મહીના અગાઉ યોજાયેલી હતી જેમાં ભાજપ નો ભગવો લહેરાયો હતો અને નગરપાલીકા માં ભાજપની બોડી હાલ છે અને તે બોડીમાં વોડે નં ૨.માં ચુટાયેલા કાજલબેન ધોડકીયાનો વિજય થયો હતો કાજલબેન નું કહેવુ છે કે અમે ચુંટણી ટાણે મત લેવા ગયા ત્યારે અમે લોકોને ખાતરી આપી હતી કે અમે તમારા વિસ્તારનાં તમામ કામ કર છું તેવી ખાત્રી પણ આપી હતી જસદણ નગરપાલીકા માં હું જ્યારે લેખીત માં રજુઆત કરૂ છું ત્યારે મારી એક પણ રજુઆત સાંભળવામાં આવતી નથી પ્રમુખ  દ્રારા અમારા વિસ્તારનાં કોઈ પણ કામ કરવામાં આવતા નથી મારે મારા મત વિસ્તારનાં લોકો ને શું જવાબ આપવો હમણા ધારાસભ્યની ચુંટણી આવે છે તો અમારે શું મોઢુ લઈને મત માંગવા જવા

જસદણ નગરપાલીકા ની બોડી બની ત્યારેથી ભષ્ટાચાર વધી ગયો છે જસદણમાં ભુગેભ ગટરનું ૯૦-ટકા કામ પૂણે થઈ ગયું છે ભુગેભ ગટર હોય તો ગટરનાં ઢાંકણા ની જરૂર ન હોય તેમ છતાં ૨૧-લાખનાં ખચે ઢાંકણા નાખવામાં આવ્યા છે તાજેતરમાં જીલેશ્ર્વર પાકેમાં સાફ સફાઈનાં નામે હજારો રૂપિયાનાં બિલ બનાવવામાં આવ્યા છે કોઈ પણ જાતની સાફ સફાઈ તો દેખાતી નથી તેમજ જસદણમાં દરેક વિસ્તારમાં લાઈટો હોવા છતા જુની લાઈટો કાઢી બિન જરૂરી નવી રાઈટો નાખી લાખો રૂયિયાનો જસદણ પ્રજા ઉપર બોજ ફેરવી દેવામાં આવ્યો છે હમણા એક કરોડ ઉપરનાં કામ મંજુર થયા તો અમારા વિસ્તારમાં સામાન્ય રકમ ફાળવવામાં આવી અને પ્રમુખનાં વિસ્તારમાં લાખો રૂપિયાનાં કામ ફાળવવામાં આવ્યા અમારી સાથે ઓરમાયુ વતેન કરવામાં આવે છે ખરેખર આગામી ચુંટણી જીત્વી હોય તો બોડીમાં ફેરફાર કરવો જરૂરી છે

તેવું કાજલબેન પ્રવિણભાઈ ધોડકીયાએ જણાવ્યું હતું અને સાથો સાથે જો અમારા સદસ્ય તરીકે વિકાસનાં કામો નહી કરવામાં આવે તો રાજીનામું ધરવા પણ તિયાર છીયે તેવું કાજલબેન પ્રવિણભાઈ ધોડકીયા એ અંત માં જણાવ્યું  હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.