Abtak Media Google News

ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર ખોડીયાર કોલોનીના શખ્સની શોધખોળ

જામનગરમાં રહેતી એક યુવતી કે જે ત્રણ વર્ષ પહેલા સગીર વયની હતી ત્યારથી જ એક શખ્સે તેણીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આરી અને હવે લગ્નનો ઈન્કાર કરી તરછોડીદેતા ભોગબનનારે આરોપી શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરની ૧૯ વર્ષની યુવતી કે જે આજથી ત્રણ વર્ષ પહેલા સગીર વયની હતી ત્યારે પોતે બ્યુટી પાર્લરનું કામ શિખવા જતી હતી ત્યારે ખોડીયાર કોલોની વિસ્તારમાં તાપ હરસુર જામ કે જે એક વકીલની ઓફીસમાં મદદ કરવાનું કામ કરે છે તે શખ્સના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી અને તેણી જયારે પુખ્ત વયની થશે ત્યારે પોતે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી તેણીનો દૂ‚પયોગ કરતો હતો.

છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન આ શખ્સ ત‚ણીને પોતાના જુદા જુદા મિત્રોને ઘેર બોલાવતો હતો અને વારંવાર બળાત્કાર ગુજારતો હતો . પોતાના અગાઉ લગ્ન થઈ ગયા હતા પરંતુ છૂટાછેડા થઈ જતા ત‚ણીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી દરમ્યાન ત‚ણી હાલમાં પુખ્ત વયની થઈ જત પોતાની સાથે લગ્ન કરી લેવા માટેનો પ્રસ્તાવ મૂકયો હતો. પરંતુ શખ્સે પોતાના અન્ય એક યુવતી સાથે ઘરમેળે લગ્ન થઈ ગયા છે. તેમ જણાવી લગ્ન કરવાનો ઈન્કા કરી દઈ તેણીને તરછોડી દીધી હતી.

જેથી ભોગ બનનાર આખરે સીટી સીડીવીઝન પોલીસ મથક ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની શોધખોળ શ‚ કરી છે. જયારે ભોગ બનનારને તબીબી ચકાસણી માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.