Abtak Media Google News

જામનગર ધીરે ધીરે રોગચાળાના ભરડામાં સપડાઈ રહ્યું છે. રોજબરોજ હોસ્પિટલોમાં તાવના કેસો વધુ નોંધાઈ રહ્યા છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં છેલ્લા ચોવીસ કલાકમાં ડેન્ગ્યૂના ૭, મેલેરિયાના ૬ અને સ્વાઈનફ્લૂનો એક કેસ નોંધાતા લોકોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. આ જ રીતે જામનગર જિલ્લા સહિત હાલારમાં વકરી રહેલા રોગચાળાના કારણે ગભરાટ ફેલાયો છે.

જામનગર શહેર અને જિલ્લામાં મિશ્રઋતુને કારણે રોગચાળો વકરી રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી, માથુ દુ:ખવું, ઉધરસ, પેટમાં દુ:ખાવો અને તાવના કેસ વિશેષ પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે.

મોટાભાગે આજે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. વાદળછાંયા અને ભેજવાળા વાતાવરણના કારણે મચ્છરો અને વાઈરસના ઉપદ્રવમાં વધારો થતા મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલા આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલા એક દર્દીનો સ્વાઈનફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ ૭ દર્દીઓના ડેન્ગ્યૂનો અને ૬ દર્દીઓના મેલેરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેની વધુ સારવાર કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.