દિપોત્સવી પર્વે રોશનીથી ઝગમગતું જામનગર

છોટીકાસી જામનગર શહેરમાં દિપાવલી પર્વને વધાવવા, ઉજવણી કરવા લોકો થનગની રહ્યાછે. શહેરનાં ચાંદી બજાર, પંડીત નહેરૂમાર્ગ, ઈન્દિરા માર્ગ ટાઉન હોલ, તીનબતી, લાલ બંગલો, વગેરે વિસ્તારોમાં આવેલી ઈમારતોને રોશનીથી શણગારવામાં આવી છે. આ વિસ્તારોમાં રાત્રીનો નજારો જોતા અહલાદક અનુભુતી થાય છે.

રોશનીથી જળહળતા શહેરનાં વરિષ્ઠ નાગરીકોએના અનુભવો વાગોળતા કહે છે કે શહેર ખરા અર્થમાં છોટીકાસીતો છે જ પરંતુ રાત્રીનો નજારો જોતા પેરીસની ઝાંખી થાય છે. શહેરમાં કોરોનાના કહેર વચ્ચે પણ લોકો ભયમૂકત બની સરકારની ગાઈડ લાઈનનું પાલન કરી અને દિવાળી પર્વમાં પેરીસને અહીં જ નિહાળો તેમ જણાવ્યું હતુ.

Loading...