જામનગર સિટી ડીવાય.એસ.પી.  એ.પી. જાડેજા રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામ્યા

68

‘અબતક’ પરિવાર સાથે અજયસિંહ જાડેજાનો પારિવારીક ધરોબો: અભિનંદન સાથે સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના પાઠવતો ‘અબતક’  પરિવાર

કોટડા સાંગાણી તાલુકાના સોળીયા ગામના વતની અને હાલ જામનગર સિટીમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા અજયસિંહ પ્રવિણસિંહ જાડેજાની વિશિષ્ટ કામગીરી બદલ ૨૬ જાન્યુઆરી નિમિતે રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામતા તેઓને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમજ રાજપૂત સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. ૧૯૯૩માં પી.એસ.આઇ.ની સિધી ભરતીમાં ભરતી થયા બાદ સૌ પ્રથમ ભરૂચ ખાતે પોસ્ટીંગ મેળવ્યું હતું. તેઓએ જામનગર એલસીબી અને એસઓજી જેવી મહત્વની બ્રાન્ચમાં પસંશનીય કામગીરી કરી ઉચ્ચ અધિકારીઓના ગુડબુકમાં રહ્યા છે. તેઓને પોલીસ ઇન્સ્પેકટર તરીકે બઢતી મળતા કચ્છમાં પણ એસઓજીમાં મહત્વની ફરજ બજાવી ચરસનો જંગી જથ્થો ઝડપી લીધો હતો તેમજ પાકિસ્તાનથી ઘુસેલા આઇએસઆઇના એજન્ટને પકડવામાં મહત્વની સફળતા મળી હતી. ડીવાય.એસ.પી. તરીકે બઢતી મળતા તેઓએ બરોડા, ઘ્રાંગધ્રાં અને રાજકોટ એસીબીમાં ફરજ બજાવી જામનગર સિટી ડીવાય.એસ.પી. તરીકે બદલી થતા ત્યા તેમણે સુંદર ફરજ બજાવી છે. ડીવાય.એસ.પી. એ.પી.જાડેજાએ રાજકોટના ગરાસીયા તરૂણના અપહરણના ગુનાનો આગવી કુન્હેથી ભેદ ઉકેલ્યો હતો તે રીતે જામનગર જિલ્લામાં સાતનગારી ગેંગને પકડવામાં સફળતા મળી છે. તેઓની વિશિષ્ટ કામગીરી બદલ ૨૫૦ જેટલા ઇનામ મેળવતા તેમની કામગીરીની કદર કરી રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામ્યા છે. અજયસિંહ જાડેજાના પિતા પ્રવિણસિંહ જાડેજા કચ્છ-કાઠીયાવાડ-ગુજરાત ગરાસીયા એસોસિએશનના પ્રમુખ અને જમીન વિકાસ બેન્કના ડાયરેકટર તરીકે ફરજ સેવા આપી છે. એ.પી.જાડેજાની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામતા રાજપૂત સમાજ અને પોલીસનું ગૌરવ વધાયું છે. તેઓ પર સવારથી શુભેચ્છા વરસી રહી છે. તેમની સાથે ગુજરાતના અન્ય ત્રણ ડીવાય.એસ.પી સહિત ૧૩ પોલીસ કર્મચારીઓની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામ્યા છે.

અજયસિંહ જાડેજા ‘અબતક’ પરિવાર સાથે પારિવારીક ધરોબો ધરાવે છે. તેઓની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થતા ‘અબતક’ પરિવાર તેઓને ખોબલે મોઢે અભિનંદન સાથે જીવનમાં સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છા પાઠવે છે.

Loading...