Abtak Media Google News

જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, આજે સતત બીજા દિવસે પણ શહેરમાં વહેલી સવાર છ વાગ્યા વરસાદ વરસવાના નો શરુ થયો છે, જે હજુ પણ ઝરમર અવિરત છે,સવારે 6 વાગ્યા થી 10 વાગ્યા સુધીમાં જીલ્લામાં કાલાવડ ધ્રોલ અને જામજોધપુરમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે,

જામનગર અને લાલપુરમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે,અને જોડીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
તો જામનગર જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો છે તેની વિગતો પર નજર કરવામાં આવે તો જામનગર તાલુકાના વસઈમાં 2 ઇંચ, લાખાબાવળમાં ૩ ઇંચ, મોટી બાણુંગારમાં અઢી ઇંચ, ફલ્લામાં ૩ ઇંચ, જામવંથલી અને ધુતારપુરમાં પોણા બે ઇંચ, અલીયાબાડામાં ૩ ઇંચ, દરેડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે,

જોડિયા તાલુકામાં હડીયાણામાં દોઢ ઇંચ, બાલ્મ્ભા 1 ઇંચ, પીઠડ 2 ઇંચ, તો ધ્રોલ તાલુકાના લતીપુર ગામે દોઢ ઇંચ, જલીયા દેવાણી ગામે સાડા ત્રણ ઇંચ, લૈયારામાં 4 ઇંચ, કાલાવડ તાલુકાના નિકાવા ગામે 5 ઇંચ, ખરેડીમાં ૩ ઇંચ, ભલસાન બેરાજામાં ૩ ઇંચ, નવાગામ ૩ ઇંચ, મોટા પાંચદેવડા અને મોટા વડાલામાં 4 ઇંચ વરસાદનોંધાયો છે.

બીજી તરફ જામજોધપુરના સમાણાંમાં 8 ઇંચ, શેઠવડાળા 10 ઇંચ, જામવાડી 5 ઇંચ, વાંસજાલીયામાં 8 ઇંચ, ધુનડામાં 4 ઇંચ, ધ્રાફામાં 7 ઇંચ, પરડવામાં 9 ઇંચ, લાલપુર તાલુકાના પીપરટોળા પડાણા 2 ઇંચ, ભણગોર 1 ઇંચ, મોટા ખડ્બા અઢી ઇંચ, મોડપર 2 ઇંચ, ડબાસંગ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.સાર્વત્રિક મેઘમહેર થી લોકોમાં ખુશી છે, તો સાથે જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમમાં પોણો ફૂટ નવા પાણીની આવક થઇ છે, તો ઊંડ 1 ડેમમાં 1.6 ફૂટ નવા પાણીની આવક થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.