Abtak Media Google News

વડાપ્રધાન મોદીએ શ્રીનગરને લેહ-લદાખ ક્ષેત્ર સાથે જોડતી એશિયાની સૌથી લાંબી ટુ-લેન ઝોજિ લા સુરંગ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો. આ પહેલા તેઓ સીએમ મહેબૂબા મુફ્તી સાથે લેહમાં બૌદ્ધ ધર્મગુરુ 19મા કુશોક બકુલા રિંપોશની જન્મ શતાબ્દી ઊજવણીની ક્લોઝિંગ સેરેમનીમાં સામેલ થયા. મોદીએ કહ્યું- હું પહેલો એવો વડાપ્રધાન હતો જેને મોંગોલિયા જવાનો મોકો મળ્યો હતો. ત્યાંના લોકો ભારત વિશે નથી જાણતા પરંતુ લેહના આધ્યાત્મિક ગુરૂ કુશોક બકુલાને જાણે છે. આ સાથે જ મોદી જમ્મુ-શ્રીનગરમાં રિંગ સડક પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કરશે.

Advertisement

મને આશા છે કે આ સુરંગનું કામ મોદીજીના શાસનકાળમાં જ પૂરું થશે: મુફ્તી

બૌદ્ધ ધર્મગુરૂના જન્મ શતાબ્દીની ક્લોઝિંગ સેરેમનીમાં સીએમ મહેબૂબા મુફ્તીએ કહ્યું, “કુશોક બકુલાએ શિક્ષણ ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે, તે ઉપરાંત લદાખના વિકાસ માટે પણ ખૂબ કામ કર્યું છે.આ સુરંગ આપણી મુસાફરીને વધુ સરળ બનાવશે. જ્યારે ગડકરીજી મોદીજી સાથે ટનલ પ્રોજેક્ટ માટે આવ્યા હતા અને કહ્યું હતું કે આ સુરંગને પૂર્ણ થતાં 7 વર્ષ લાગશે ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે શા માટે 7 વર્ષ રાહ જોવી. આપણે એવી ટેક્નીકનો ઉપયોગ કરીએ કે જેથી આ સુરંગ જલ્દીથી પૂર્ણ થાય. મને આશા છે કે આ સુરંગનું કામકાજ મોદીજીના શાસનકાળ દરમિયાન જ પૂરું થાય. લદાખના વિકાસમાં આ એક નવું કદમ હશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.