Abtak Media Google News

લેહની ઇકોનોમીને તાકાત મળશે- મોદી

વડાપ્રધાન મોદીએ શ્રીનગરના કિશનગંગા હાઇડ્રોપાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. મોદીએ આ પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યો. આ પહેલા તેમણે લેહ-લદાખ ક્ષેત્ર સાથે જોડતી એશિયાની સૌથી લાંબી ટુ-લેન ઝોજિ લા સુરંગ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો. તેઓ બૌદ્ધ ધર્મગુરુ 19મા કુશોક બકુલા રિંપોશની જન્મ શતાબ્દી ઊજવણીની ક્લોઝિંગ સેરેમનીમાં સામેલ થયા હતા. મોદીએ કહ્યું- હું પહેલો એવો વડાપ્રધાન હતો જેને મોંગોલિયા જવાનો મોકો મળ્યો હતો. ત્યાંના લોકો ભારત વિશે નથી જાણતા પરંતુ લેહના આધ્યાત્મિક ગુરૂ કુશોક બકુલાને જાણે છે.

મોદીએ કહ્યું કેન્દ્રની યોજનાઓથી આ ક્ષેત્રની ઇકોનોમીને નવી તાકાત મળશે.ઝોજિ લા ટનલ પ્રોજેક્ટ ઉન્નત ટેક્નોલોજીનું પણ મોટું ઉદાહરણ છે. મને જણાવવામાં આવ્યું છે કે ટનલમાં સાત કુતુબમિનારની ઊંચાઇવાળી વ્યવસ્થા બનાવવામાં આવી છે જેથી અંદરની હવા શુદ્ધ રહી શકેકુશોક બકુલાજીએ દિલોને જોડવાનું કામ કર્યું, આ ટનલ બકુલાજીના સપનાઓને પૂરાં કરશે.

લેહ-લદાખની મહિલાઓમાં જે સામર્થ્ય છે તે જોવાલાયક છે. દેશની યુનિવર્સિટીએ અધ્યયન કરવું જોઇએ કે આવા દુર્ગમ વિસ્તારો જે 6-7 મહિનાઓ માટે દુનિયાથી કપાઇ જાય છે, તે પરિસ્થિતિઓમાં અહીંની માતાઓ અને બહેનો જીવન પણ ચલાવે છે. અર્થવ્યવસ્થા પણ ચલાવે છે, આ દેશ માટે ગૌરવની વાત છે. હું તેમને નમન કરું છું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.