Abtak Media Google News

આજે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ધૂમધામથી ઉજવણી બધા જ લોકો કરી રહ્યા છે તેવામાં ત્યારે પાકિસ્તાનની ધરતી પરથી આવેલા આતંકીઓ પોતાની નાપાક હરક્તોમાંથી બહાર આવી રહ્યા નથી. શનિવાર રિપબ્લિક ડે પર કાશ્મીર ઘાટીમાં આતંકીઓએ CRPF કેમ્પ પર હુમલો બોલ્યો હતો, જેમાં પાંચ જવાનો ઘાયલ થયા છે.

આતંકીઓ દ્વારા આતંકીઓ દ્વારા પુલવામાંના પંપોર અને ખાનમોમાં બે હુમલા કર્યા હતા અને તેઓએ SOG અને CRPF કેમ્પને નિશાન બનાવ્યા છે, જેમાં સુરક્ષાબળોના જવાનો દ્વારા કરાયેલી જવાબી કાર્યવાહીમાં ૨ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.ભારતીય સેનાએ પાકિસ્તાનની નાપાક હરકત પર ખૂબ જ તગડો જવાબ આપ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.