Abtak Media Google News

જીલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળ જામનગરનાઓએ પ્રોહી જુગારની પ્રવૃતિ અટકાવવા માટે સુચના આપેલ હોય તેમજ ના.પો. અધિ.સા.એચ.પી.દોશી માર્ગદર્શન અને સુચના મુજબ પ્રોહી/જુગાર અંગેની પ્રવૃતિ સદંતર બંધ કરાવવા માટે જામજોધપુર પો.સ્ટે.ના ઈન્ચાર્જ પો.ઈન્સ. જે.ડી.પરમારને અગાઉથી ખાનગી રાહે હકિકત મળેલ હોય કે અમરાપર ગામની સીમમાં આવેલ કારાભાઈ નાથાભાઈ મંડેરાની વાડીમાં મજકુર તથા જગાભાઈ પુંજાભાઈ કોળી બહારથી માણસો બોલાવી વાડીમાં આવેલ ઓરડીમાં તીનપતી રોન પોલીસને જુગાર રમાડતા હોય જે અંગેની ચોકકસ હકિકતના આધારે રેઈડ કરતા ત્યાંથી રોકડા રૂ.૨૨,૫૦૦ તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૨૨,૫૫૦ના મુદામાલ સાથે કારાભાઈ નાથાભાઈ મંડેરા જાતે.મેર (ઉ.વ.૩૬) ધંધો ખેતી રહે.

અમરાપર તા.જામજોધપુર જી.જામનગર, પુનાભાઈ મંગાભાઈ બગડા જાતે.દલિત ઉ.વ.૪૭ ધંધો-મજુર રહે. ઢાંક તા.ઉપલેટા જી.રાજકોટ, મનસુખભાઈ ભીખુભાઈ કેશવાલા જાતે મેર (ઉ.વ.૨૮) ધંધો ખેતી રહે.અમરાપર તા.જામજોધપુર જી.જામનગર, કિશોરભાઈ ચનાભાઈ વીઝુડા જાતે વણકર (ઉ.વ.૪૨) ધંધો ખેતી રહે.મેરવદર તા.ઉપલેટા જી.રાજકોટ, કાનાભાઈ સરમણભાઈ પરમાર જાતે. મેર (ઉ.વ.૪૬) ધંધો ખેતી રહે.હામદપરા તા.કુતિયાણા જી.પોરબંદર, કિશોરભાઈ કાનજીભાઈ સોલંકી જાતે.વણકર ઉ.વ.૪૭ ધંધો-મંજુરી રહે.દલદેવળીયા તા.જામજોધપુર જી.જામનગર, અરવિંદભાઈ જાદવભાઈ વાદી જાતે.પટેલ (ઉ.વ.૪૬ ધંધો ખેતી રહે.સમાણા તા.જામજોધપુર જી.જામનગર, નાથાભાઈ નાગાભાઈ ઓડેદરા જાતે મેર ઉ.વ.૩૨ ધંધો ખેતી રહે.અમરાપર તા.જામજોધપુર જી.જામનગર પકડવા બાકી જગુભાઈ પુંજાભાઈ કોળી રહે.અમરાપરવાળા વિરુઘ્ધમાં જુગારધારા મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે.

આ કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. જે.ડી.પરમાર એ.એસ.આઈ એમ.એલ.જાડેજા તથા પો.હેડ કોન્સ. એન.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. જી.આઈ.જેઠવા તથા પો.હેડ કોન્સ. એસ.બી.બોરીચા તથા પો.કોન્સ અર્જુનસિંહ રામદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. સત્યજીતસિંહ નોંધુભા વાળા તથા કુલદિપસિંહ જગદીશસિંહ વાઢેર તથા પો.કોન્સ પોલાભાઈ દેવાભાઈ ઓડેદરાએ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.