Abtak Media Google News

જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ સોમવારે મોડી રાતે હેત કરી લેવામાં આવી હતી અને તેના પર લખવામાં આવ્યું હતું હેપી બર્થ-ડે પુજા. જોકે હજુ કોઈ હેકરે આની જવાબદારી લીધી નથી. આ વિશે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. વર્ષની શરૂઆતમાં ગૃહ, રક્ષા, કાયદા અને લેબર મંત્રાલયની વેબસાઈટ ઉપર પણ સાઈબર હુમલો કરવામાં આવ્યો હતો.

સવારે સરખી થઈ વેબસાઈટ

યૂનિવર્સિટીની વેબસાઈટના હોમપેજ પર બ્લેક બેકગ્રાઉન્ડ પર ‘હેપ્પી બર્થ-ડે પુજા’ લખ્યું હતું. નીચે લખ્યું હતું યોર લવ. સવારે અંદાજે સાડા સાત વાગે વેબસાઈટ સરખી થઈ હતી.વેબસાઈટનું મેઈન્ટનન્સ કરનારી સંસ્થા નેશનલ ઈન્ફોર્મેશન સેન્ટરે આને ટેક્નિકલ ખામી ગણાવી.

આ સાઈટ ઉપર પણ થઈ ચૂક્યા છે સાઈબર એટેક

ગયા વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી) અને ઈન્ડિયન સ્પેશલ ફોર્સ યૂનિટ કોમ્બેટિંગ ટેરર એક્ટિવિટીની વેબસાઈટ પણ હેકર્સના નિશાન ઉપર રહી હતી. જોકે માહિતી મળતાં જ કોમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી)એ આ વેબસાઈટને બ્લોક કરી દીધી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.