Abtak Media Google News

રઘુવંશી નામની ને બાપા જલારામની, હરદમ ધુન મચાવો

જલારામ રઘુવંશી મિત્ર મંડળ દ્વારા આયોજન: મહાઆરતી, અન્નકુટ, ઝુપડપટ્ટીના બાળકોને ભોજન, મહાપ્રસાદ સહીતના આયોજનો

જલારામ રધુવંશી મિત્ર મંડળ દ્વારા જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિ નીમીતે તા.૧૪ને બુધવારના રોજ ભકિતસભર આયોજન કરવામાં આવ્યું છે. અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું આ વર્ષે જલારામ જયંનિની ઉજવણી અનોખી રીતે કરવામાં આવશે.

જેમાં બુધવાર સવારે ૮ કલાકે પુજય જલારામબાપાના મંદીરના મંગલ દ્વારે ચરણપાદુક પુજન અર્ચન તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

દેને કો ટુકડા ભલા લેનેકા હરિનમ આ ઉકિતને સાર્થક કરવા રાજકોટ તથા આસપાસની ઝુપડપટ્ટીઓમાં જઇને સંસ્થાના કાર્યકરો દ્વારા આશરે ૧૦૦૦ બાળકોને બુંદી તથા ગાંઠીયાનું બટુક ભોજન કરાવવામાં આવશે.

બપોરના ૧ર.૩૦ કલાકે મંદીરે થાળ તથા આરતી બપોરના ૧ કલાકે જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિ નિમીતે ભવ્ય અન્નકોટ દર્શન ખુલ્લા મુકવામાં આવશે. જેમાં જલારામ બાપાને કુલ ૫૦૪ વસ્તુઓ અન્નકોટમાં ધરાવવામાં આવશે.

બપોરના ૧.૩૦ કલાકે જલારામ બાપાના જીવનચરિત્ર પર આધારીત સેલ્ફી ઝોન ભવ્ય ડેકોરેશન સાથે ખુલ્લો મુકવામાં આવશેે.

સાંજે ૭ વાગ્યે જલારામ મંદીરે ૫૦૪ દિવાથી ભવ્યથી ભવ્ય દિપમાળા તેમજ ૫૧ દિવાથી મહાઆરતી ઉતારવામાં આવશે.

સાંજે ૮ વાગ્યે જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતિ ૧૧ કિલોની કેક કાપીને જન્મદિવસ ઉજવવામાં આવશે. વિશેષ આયોજનામાં ભાઇઓ તથા બહેનો અને સીનીયર સીટીઝનો માટે મહાપ્રસાદ લેવા માટે અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

જલારામ રધુવંશી મિત્ર મંડળ વાણીણાવાડી દ્વારા આશરે ૧૦,૦૦૦ હરિભકતો પ્રસાદ લઇ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. મહાપ્રસાદનો સમય સાંજન ૬.૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે.

આયોજનને સફળ બનાવવા માટે ગીરધરભાઇ કુંડલીયા, હેમલભાઇ ઠકરાર, નયનભાઇળ ગંધા ભીખુભાઇ સોમૈયા, દિલીપભાઇ કોટેચા, મયુર કુંડલીયા, દિપકભાઇ સવજાણી, સુરેશભાઇ ચાંદ્રાણી, રાજુભાઇ સી. તન્ના, જયેશભાઇ ભીંડોરા, પ્રકાશભાઇ શીંગાળા, નવીનભાઇ પોપટ, રાજુભાઇ તન્ના, (હરસિઘ્ધી) રજનીભાઇ (લાલ હનુમાન) ભરતભાઇ (બટેટાવાળા) રાજુભાઇ સવજાણી, હારિતસિંહ જાડેજા, પિન્ટુ વ્યાસ, દિક્ષિત ઠકરાર, અમીરભાઇ ઠકરાર, ઉમેશભાઇ, બકુલભાઇ પરમાર તથા બહેનોમાં નેહાબેન, જયોતિબેન, ચેતનાબેન, મીનાબેન સોનલબેન કુંડલીયા હિનાબેન ઉર્મિલાબેન, શિલ્પાબેન, હેતલબેન, દિવ્યાબા, નિશાબેન અને રીટાબેન સહીતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.