જયપુરની પ્રખ્યાત હેરિટેજ હોટેલો કે જ્યાં આજે પણ હયાત છે ભવ્ય લોકવારસો, નિહાળી લ્યો ઝલક

ભારતીય સંસ્કૃતિનો વારસો એ ભારતના લોકોનું ગૌરવ છે.પહેલાના સમયમાં મહારાજાઓ દ્વારા બાંધવામાં આવેલા સ્થળો આજે પણ હયાત છે.આજે લોકો આવા સ્થળોની મુલાકાત લેવા ઇચ્છે છે અને જો પ્રખ્યાત હેરિટેજ સ્થળોની વાત કરીએ તો જયપુરમાં અત્યંત શ્રેષ્ઠ હેરિટેજ હોટલ આવેલી છે જેમાં પ્રવાસીઓ ભરપૂર આનંદ માણી શકે છે તો જાણીએ જયપુરની ટોપ હેરિટેજ હોટલ વિશે :

1.રામબાગ પેલેસ :

મહારાજા સવાઈ માનસિંહે પોતાની પ્રિય નોકરાણી કેસર માટે આ પેલેસનું નિર્માણ કરાવ્યું હતું ત્યારબાદ આ મહેલને રાજાના નિવાસસ્થાન તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યું .આ પેલેસ જયપુરથી આઠ કિલોમીટર દૂર આવેલો છે. રામબાગ પેલેસને જયપુરનું ઘરેણું કહેવામાં આવે છે જે પ્રવાસીઓને અદ્ભુત સેવાઓ પૂરી પાડે છે.

 

2.સિટી પેલેસ :
પિંક સિટી જયપુરની શાન કહેવાતો સિટી પેલેસ જયપુરના વિશાળ સંકુલમાં ફેલાયેલો છે.આ પેલેસને રાજસી ઇતિહાસની નિશાની ગણવામાં આવે છે. આજે પણ તેની ઇમારત, બાગ બગીચા અને મહેલમાં જાળવેલો લોક વારસો જોવા માટે હજારો લોકો આવે છે.

 

3. સામોદ પેલેસ :
ભૂતકાળમાં સામોદ વંશનું નિવાસસ્થાન એવો સામોદ પેલેસ 175 વર્ષ જૂનો છે.સામોદ પેલેસ પોતાની વાસ્તુકલા અને ભવ્યતા માટે પ્રસિદ્ધ છે. વર્તમાન સમયમાં આ હોટલમાં ઘણા મોર્ડન પરિવર્તનો કરવામાં આવ્યા છે .આ સ્થળે પર્યટકો સાંસ્કૃતિક સોંદર્યનો અનુભવ કરી શકે છે.

 

4. રાજ પેલેસ :
આ પેલેસનું નિર્માણ રાજા મોહન ઠાકુર સિંહે ઈ.સ 1727 કરાવ્યું હતું.આ પેલેસને પોતાની ભવ્યતા અને સુંદરતા માટે ઘણા એવોર્ડ પણ આપવામાં આવ્યા છે.

5.રોયલ હેરિટેજ હવેલી :
રાજા માથોસિંહે 18મી સદીમાં આ પેલેસનું નિર્માણ કરાવ્યું હતું. આ હોટલ તેની સર્વિસ અને તેના મનમોહક દ્ર્શ્યો માટે પ્રખ્યાત છે.

રાજમહારાજાઓનું રાજ્ય ગણાતું જયપુરમાં અત્યંત સુંદર જોવાલાયક સ્થળો આવેલા છે જે પ્ર્વસીઓને સ્થળો જોવા ઇચ્છતા હોય તે લોકોને જયપુરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ

Loading...