Abtak Media Google News

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહાવીર જયંતીની પૂર્વ સંધ્યાએ શ્રી મહાવીરે ચીંધેલા રાહ પર પ્રવૃત્ત વા રાજયના નાગરિકોને આહવાન પાઠવ્યું હતું.

Dsc 0188રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રૂપાણીએ આયોજકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, લોકોપયોગી કાર્યોી રાજકોટના જૈનોએ નગરને ઉજળું કર્યું છે. આ બદલ તેમણે સમગ્ર જૈન સમાજ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.  રાજયભરમાં ચલાવાઇ રહેલા કરૂણા અભિયાની પશુ-પંખીઓના મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો યાનો મુખ્યમંત્રીએ એકરાર કર્યો હતો. સાંપ્રત સમયમાં જૈન ધર્મનું મહત્વ સમયોચિત  હોવાનું પણ રૂપાણીએ જણાવ્યું હતું. અને જૈન ધર્મના સિધ્ધાંતો મુજબનું જીવન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્તિઓને અનુરોધ કર્યો હતો.

Dsc 0199 1આયોજકોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ફળોની ટોપલી, ફૂલોના વિશાળ હાર અને સ્મૃતિચિહ્ની સન્માન કર્યું હતું. મનહર ઉધાસના નવા આલ્બમનું મુખ્યમંત્રીએ વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીનું જૈન ધર્મના સંદેશાઓ રજૂ કરતા બેનરો અને ધજાઓ વડે ભાવભીનું સ્વાગત કરાયું હતું.  એપ્રીલ માસમાં દીક્ષા લેનાર મુમુક્ષુ સૌરવકુમાર નીલેશભાઇ શાહને પણ મુખ્યમંત્રીએ દીર્ક્ષાી જીવનની શુભકામના પાઠવી હતી.

મુખ્યમંત્રીના આગમન પહેલાં પ્રખ્યાત પાર્શ્વગાયક મનહર ઉધાસ, જાણીતા કલાકારો ગાર્ગી વોરા, દિપક જોષી, મીરાંદે શાહ, ભાસ્કર શુકલ વગેરેએ ભક્તિ સંધ્યાના માધ્યમી શ્રોતાઓને રસતરબોળ કરી મુકયા હતા. કાર્યક્રમનું સંચાલન અંકિત ત્રિવેદી તા નીલેશ શીશાંગીયાએ કર્યું હતું. જૈન વિઝન દ્વારા આયોજિત સ્તવનપર્વ કાર્યક્રમના પ્રારંભે મિલનભાઇ કોઠારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઇ ધૃવ, શહેર ભા.જ.પ. અધ્યક્ષ કમલેશભાઇ મિરાણી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ,  કલેકટર ડો. વિક્રાંત પાંડે, શહેર પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, ભા.જ.પ. મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતિ અંજલિબેન રૂપાણી, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, જૈન સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, તા મોટી સંખ્યામાં સુજ્ઞ શહેરીજનો ઉપસ્તિ રહયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.